Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર RTO સર્કલ પાસે ઓટો પાર્ટ્સના ગલ્લામાં આગ લાગી:સ્થાનિકોએ પાણી નાખી આગ બુઝાવી, ફાયર ટીમ પહોંચે તે પહેલા કાબુ મેળવાયો; આગ લાગવાનું કારણ અકબંધ

    2 days ago

    હિંમતનગરમાં મોતીપુરાથી ઇડર બાયપાસ રોડ પર આવેલા RTO સર્કલ પાસે શુક્રવારે સવારે ઓટો પાર્ટ્સના ગલ્લામાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાણીની ડોલથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો ઓટો પાર્ટ્સના ગલ્લામાં આગ લાગતાં સ્થાનિકોએ તાત્કાલિક પાણીની ડોલ ભરીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોના પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, ઘટનાની જાણ હિંમતનગર ફાયર ટીમને કરવામાં આવતાં ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી RTO સર્કલ પાસે બનેલી આ ઘટનામાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગને કારણે થયેલા નુકસાન અંગે પણ વિગતો સામે આવી નથી. સદનસીબે, સ્થાનિકોએ સમયસર આગ બુઝાવવાની કામગીરી હાથ ધરતાં આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ RTOએ ગરબા પંડાલમાં આપ્યો રોડ સેફ્ટીનો સંદેશ:સેલ્ફી પોઈન્ટ અને સ્પર્ધાઓથી ખેલૈયાઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા
    Next Article
    International Equestrian Federation Bans Indian Riders, Officials From International Events

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment