Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ નર્સિંગ પ્રમુખ-RTI એક્ટિવિસ્ટ વચ્ચેનો વિવાદ પોલીસ સમક્ષ પહોંચ્યો:જૂની અરજીઓ અને ICC કમિટી દ્વારા ક્લીન ચિટ મળી હોવા છતાં ખોટા વીડિયો અને ઓડિયો વાયરલ કરવાનો આક્ષેપ

    19 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલના પૂર્વ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ ઇકબાલ અબ્દુલ રહેમાન કડીવાલા દ્વારા શહેરના જાણીતા RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝવા સામે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઇકબાલ કડીવાલા તાજેતરમાં જ પોતાની ફરજ પરથી નિવૃત્ત થયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સંજય ઈઝવા દ્વારા તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા, ચારિત્ર્યહનન કરવા અને નિવૃત્તિ બાદ મળતા લાભો જેવા કે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી અટકાવવાના મલિન ઇરાદાથી સોશિયલ મીડિયા પર સતત બદનામીકારક પોસ્ટ્સ, વાયરલ ઓડિયો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. ખોટા વીડિયો વાઈરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ ફરિયાદની વિગત અનુસાર, સંજય ઈઝવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક ચાલતી એમ્બ્યુલન્સનો વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગીત વાગી રહ્યું હતું અને અજાણ્યા સ્ત્રી-પુરુષ અશ્લીલ હરકતો કરતા જોવા મળતા હતા. આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં સંજય ઈઝવાએ સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશનના હોદ્દેદાર અને મહિલા સ્ટાફનું નામ જોડીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વીડિયો ડિસ્ક્રિપ્શનમાં એવો પણ દાવો કરાયો હતો કે વર્ષ 2024માં આ વીડિયો વાયરલ થયા બાદ નર્સિંગ અગ્રણીએ નાણાં આપીને મામલો દબાવી દીધો હતો. આ પ્રકારના ખોટા આક્ષેપો કરી સમાજમાં તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિવૃત્તિ સમયે પેન્શન રોકવા અને જૂના રાગદ્વેષનો બદલો લેવાનું ષડયંત્ર ઇકબાલ કડીવાલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, ફરજ દરમિયાન તેમણે કેટલાક કર્મચારીઓની મનમાની ચાલવા દીધી નહોતી. જેથી તેવા અસંતુષ્ટ કર્મચારીઓ સાથે મળીને સંજય ઈઝવાએ એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું છે. તેઓ નિવૃત્ત થવાના હતા ત્યારે તેમને મળવાપાત્ર એક્સ્ટેન્શન અટકાવવા, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી અને પેન્શનમાં વાંધા-વચકા કાઢીને આર્થિક, સામાજિક અને માનસિક ત્રાસ આપવાના હેતુથી સોપારી લેવામાં આવી હોય તેવું જણાાઈ રહ્યું છે. આ માટે સંજય ઈઝવાએ પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ 'કાયદા કથા' પર સતત બદનામીકારક સામગ્રી પોસ્ટ કરી છે. અન્ય કર્મચારીઓની ઘટના અને વાયરલ ઓડિયો સાથે નામ જોડવાનો દાવો ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે, માર્ચ 2026માં જેલની ફરજ દરમિયાન સ્ટાફ નર્સ બિપીનકુમાર મેકવાન સાથે બનેલી ઘટનામાં તબીબી અધિક્ષકને લાજપોર જેલ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ ઘટના સાથે ઇકબાલ કડીવાલાને કોઈ જ લેવાદેવા ન હોવા છતાં, તેમનું નામ બળજબરીથી જોડીને સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ઓડિયો ક્લિપ્સમાં તેમનો અવાજ હોવાનું બતાવીને ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે, જ્યારે આ ઓડિયો ક્લિપ્સ ક્યાંથી આવી કે તેમાં કોનો અવાજ છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી. તપાસ સમિતિ અને પોલીસે અગાઉ દફતરે કરેલી ફરિયાદોનો ઉલ્લેખ ઇકબાલ કડીવાલાના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં પણ તેમની સામે મહિલા કર્મચારીઓના શોષણ અંગેની અરજીઓ કરવામાં આવી હતી. જોકે, ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ્સ કમિટી (ICC) તેમજ ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ ફરિયાદોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોઈ જ આધાર-પુરાવા ન મળી આવતા આ તમામ અરજીઓ દફતરે (ક્લોઝ) કરી દેવામાં આવી હતી. આમ છતાં, સંજય ઈઝવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમજ સોશિયલ મીડિયામાં મહિલાઓના નામો બદલીને સતત ચારિત્ર્યહનન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 'કમિંગ સૂન' અને યુઝર્સ પાસે માહિતી મંગાવતી પોસ્ટ સામે કાનૂની કાર્યવાહીની માગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંજય ઈઝવા દ્વારા "કમિંગ સૂન" ના નામે પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં ઇકબાલ કડીવાલાનો ફોટો અને મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓના કાર્ટૂન ટાઇપ ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે જો કોઈ કર્મચારી પાસે બદલીના નામે, પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઇટી અટકાવીને નાણાં વસૂલ કરવામાં આવ્યા હોય તો તેઓ સંજય ઈઝવાનો સંપર્ક કરે. આ પ્રકારે ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કરી વાયરલ કરવામાં આવતા, ઇકબાલ કડીવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને ધોરણસરની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક: શિક્ષણ મંત્રીનું રાજીનામું:મોરબી યુવક કોંગ્રેસે વિજય માર્ચ યોજી ઉજવણી કરી
    Next Article
    મહીસાગરમાં ખેતરમાં ઘૂસ્યું મગરનું બચ્ચું:વાવણી દરમિયાન ખેડૂતોમાં દોડધામ, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment