Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ખેતરમાં ઘૂસ્યું મગરનું બચ્ચું:વાવણી દરમિયાન ખેડૂતોમાં દોડધામ, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

    18 hours ago

    મહીસાગર જિલ્લાના રામ પટેલના મુવાડા ગામે ડાંગરની વાવણી દરમિયાન ખેતરમાં મગરનું બચ્ચું જોવા મળતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક વધતા સરિસૃપ પ્રાણીઓ રહેણાંક અને ખેતી વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ ઘટના પણ આવા જ વરસાદી માહોલ વચ્ચે બની હતી. ખેતરમાં અંદાજિત ત્રણથી ચાર ફૂટ લાંબું મગરનું બચ્ચું જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય રમેશ બારોટ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરી મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી પાડ્યું હતું. ત્યારબાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર એક સલામત જળાશયમાં મુક્ત કરી દેવામાં આવ્યું હતું. વન વિભાગે વરસાદી ઋતુ દરમિયાન જંગલી કે સરિસૃપ પ્રાણીઓ દેખાય તો તેમને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે. આવા કિસ્સામાં તાત્કાલિક વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યુ ટીમને જાણ કરવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ નર્સિંગ પ્રમુખ-RTI એક્ટિવિસ્ટ વચ્ચેનો વિવાદ પોલીસ સમક્ષ પહોંચ્યો:જૂની અરજીઓ અને ICC કમિટી દ્વારા ક્લીન ચિટ મળી હોવા છતાં ખોટા વીડિયો અને ઓડિયો વાયરલ કરવાનો આક્ષેપ
    Next Article
    મહાનગરપાલિકાના નવનિયુક્ત ચેરમેનનું સ્વાગત:મો કમલમ્ કાર્યાલય ખાતે ભાજપ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment