Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET રી-એક્ઝામ, એક-બે મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને નો-એન્ટ્રી:હિજાબ પર વિવાદ, ઇયરિંગ્સ ઉતરાવ્યા, કપડાંમાંથી ચેન-બટન કઢાવ્યા; હૈદરાબાદમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

    20 hours ago

    આજે NEET-UG 2026ની રી-એક્ઝામ દેશભરમાં બપોરે 2:00 વાગ્યે શરૂ થઈ. દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 5,440 કેન્દ્રો પર 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા બપોરે 2:00 થી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવી હતી. તેમના એડમિટકાર્ડ અને ઓળખના પુરાવા ચકાસ્યા પછી, વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનના અજમેરમાં એક કેન્દ્ર પર હિજાબ પહેરેલી એક વિદ્યાર્થિનીને શરૂઆતમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ઘણી દલીલ પછી જ તેને અંદર જવા દેવામાં આવી હતી. ઉદયપુરમાં, એક વિદ્યાર્થિની પોતાની નાકની પિન કાઢી શકતી ન હતી, ત્યારે તેના નાક પર ટેપ લગાવવામાં આવતી હતી. મધ્યપ્રદેશના ભોપાલમાં વિદ્યાર્થીઓના કાંડામાંથી કાળો દોરો કાપી નાખવામાં આવ્યો હતો. યુપીમાં, છોકરીઓને તેમના કાનની બુટ્ટીઓ કઢાલી નાખવામાં આવી હતી. આ દરમિયાન, હૈદરાબાદમાં NEETની 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. રવિવારે સવારે તેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે તેણે ફરીથી પરીક્ષાના દબાણને કારણે આ પગલું ભર્યું હશે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. આ દરમિયાન રાજસ્થાનમાં દાદાબારીની મોદી સ્કૂલમાં એક વિદ્યાર્થીના ચશ્મા કાઢીને તપાસવામાં આવ્યા હતા. એક બીજો વિદ્યાર્થી ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. બીજા એક વિદ્યાર્થીના કાંડામાંથી કાળોદોરો (પવિત્ર દોરો) કઢાવી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં વિદ્યાર્થી ગંજી હેરીને પરીક્ષા આપવા ગયો રાજસ્થાનમાં કોટામાં જેડીબી કોલેજમાં સ્થાપિત સેન્ટરમાં એક વિદ્યાર્થી ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો હતો. ખરેખરમાં તે આખી બાંયનો શર્ટ પહેરીને આવ્યો હતો પરંતુ તેને એન્ટ્રી આપવામાં આવી નહીં, ત્યારબાદ તેણે શર્ટ કાઢી નાખ્યો અને હંજી પહેરીને પરીક્ષા આપવા ગયો. NEETના વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન થાય તે માટે મોદીએ એરપોર્ટ પર રાહ જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે 1:15 વાગ્યે કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. જોકે, તાત્કાલિક તેમના નિવાસસ્થાને જવાને બદલે તેઓ 45 મિનિટ માટે એરપોર્ટ પર રોકાયા હતા. NEET રી-એક્ઝામ બપોરે 2:00 વાગ્યે શરૂ થવાની હતી. ટ્રાફિકમાં વિક્ષેપ ન પડે અને વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીએમ થોડીવાર માટે એરપોર્ટ પર જ રોકાયા હતા. અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:કહ્યું-અમારા બાળકોના કંઠી અને દોરા કઢાવ્યા, રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા છે. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોય જાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો… દેશભરમાંથી NEET-UG પરીક્ષાની તસવીરો... 2 લાખથી વધુ સુરક્ષા જવાનો તહેનાત; એરફોર્સે પરીક્ષાના પેપર પહોંચાડ્યા NTA અનુસાર, દેશભરના પરીક્ષા કેન્દ્રો પર 2 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ, 674 સિટી કોઓર્ડિનેટર અને 6,669 નિરીક્ષકો તહેનાત કરવામાં આવ્યા છે. પહેલી વાર, પેપર લીક અટકાવવા માટે ભારતીય વાયુસેનાના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NEET-UG રી-એક્ઝામના અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Indian Railways new penalty rules 2026: Rs 2,000 fine for smoking, hawking and begging on trains
    Next Article
    વસ્ત્રાલમાં સ્પાના સંચાલક પાસેથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયુ:વસ્ત્રાલમાં સ્પાના સંચાલક પાસેથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment