Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલમાં સ્પાના સંચાલક પાસેથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયુ:વસ્ત્રાલમાં સ્પાના સંચાલક પાસેથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ ઝડપાયું

    9 hours ago

    રાજ્ય પોલીસ દ્વારા ડ્રગ માફિયાઓ સામે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.આ જ અભિયાનના ભાગરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા બે ડ્રગ પેડલરો પાસેથી 150.090 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બે સ્પાનું સંચાલન કરતા હતા અને ત્યાં આવતા ગ્રાહકોને પણ ડ્રગ્સ પૂરું પાડતા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને 150.090 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વસ્ત્રાલના માધવ ફાર્મ પાસે આવેલા સૂર્યમ એલિગન્સના ફ્લેટમાં રહેતા બે યુવકો તેજસ ઠક્કર અને અજય જયસ્વાલ પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો જથ્થો રાખી તેનો વેપાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને આરોપીઓને 150.090 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 4.50 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડ્રગ્સ કબજે કરીને બંને આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેઓ રાજસ્થાનમાંથી ડ્રગ્સ મંગાવતા હતા અને અમદાવાદમાં પોતાના ગ્રાહકોને જરૂરિયાત મુજબ તેનું વેચાણ કરતા હતા. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેજસ અને અજય વસ્ત્રાલના ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બે સ્પા ચલાવતા હતા અને પોતાના આ ધંધા માટે આવતા કેટલાક ગ્રાહકોને પણ તેમની માંગ મુજબ ડ્રગ્સ પૂરાં પાડતા હતા. આમ, બંને આરોપીઓ લાંબા સમયથી ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓને ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. આ સાથે જ તેજસ અને અજય પાસેથી ડ્રગ્સ ખરીદનારા ગ્રાહકો અંગે પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    NEET રી-એક્ઝામ, એક-બે મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને નો-એન્ટ્રી:હિજાબ પર વિવાદ, ઇયરિંગ્સ ઉતરાવ્યા, કપડાંમાંથી ચેન-બટન કઢાવ્યા; હૈદરાબાદમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી
    Next Article
    Ahmedabad Neet Exam Controversy Live | અમદાવાદમાં NEETની પરીક્ષામાં વિવાદ | Hindu | Muslim | Hijab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment