Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTIના અરજદારો વધ્યા:એક વર્ષમાં અરજી 30 ટકા વધીને 1.71 લાખ પાર

    23 hours ago

    ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં આરટીઆઇ અરજીઓ 30%નો વધારો નોંધાયો છે. ગુજરાત માહિતી આયોગના વાર્ષિક અહેવાલ મુજબ, રાજ્યમાં 2024-25માં 1.71 લાખ આરટીઆઇ અરજી કરાઇ હતી. તે 2023-24માં 1.32 લાખ હતી. આ દરમિયાન રાજ્ય સરકારને આરટીઆઇ અરજી ફી અને દસ્તાવેજોની નકલ ફી પેટે કુલ 72.23 લાખ રૂપિયાની જંગી આવક પણ થઈ છે. મહત્ત્વનું છે કે આયોગને આ વર્ષે 5093 અપીલો મળી હતી જેમાં ગત વર્ષ કરતાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ 2024-25માં કુલ 987 ફરિયાદો મળી છે અને તેમાં પણ 6.27 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાહેર માહિતી અધિકારીઓ પાસેથી માહિતી ન આપવી કે તેમાં ભૂલ જેવા અનેક કારણસર દંડ ફણ વસૂલાયો છે. માત્ર 3 વિભાગને જ 68% અરજી મળી વર્ષ 2024-25માં શહેરી વિકાસને 43 હજાર, ગૃહ વિભાગને 37 હજાર અને મહેસૂલ વિભાગને 36 હજારથી વધુ અરજીઓ મળી હતી. માત્ર આ 3 વિભાગો પાસે કુલ 1.17 લાખ અરજીઓ આવી જે કુલ અરજીઓના 68.28% છે. રાજ્યમાં અરજી નકારવાનો સરેરાશ દર 4.63% રહ્યો. જેમાં સામાન્ય વહીવટ (16.02%), નાણા (14.01%) અને કાયદા વિભાગમાં (12.09%) સૌથી વધુ અરજીઓ નકારાઈ હતી. અધિકારીઓને 1.42 લાખનો દંડ કરવામાં આવ્યો 2024-25 માં આયોગ દ્વારા કુલ 6413 અપીલ અને ફરિયાદોનો નિકાલ કરાયો હતો. જેમાં સુનાવણી દરમિયાન આરટીઆઇ કાયદાના ભંગ બદલ 21 કેસોમાં અધિકારીઓને કુલ 1.42 લાખનો દંડ ફટકારાયો છે. આ કાર્યવાહીમાં 14 અપીલ અને 7 ફરિયાદોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે પંચાયત, મહેસૂલ અને ગૃહ વિભાગ હેઠળની કચેરીઓના અધિકારીઓને દંડ કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:સામાજિક સંસ્થાએ ઈફ્તાર પાર્ટી યોજીને ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 30 લાખનું ભંડોળ એકઠું કર્યું
    Next Article
    ‎લાઈનમેન ભરતી માટે યોજાયા પોલ ટેસ્ટ:વીજકંપનીમાં લાઇનમેન માટે 796 ઉમેદવારો ઉમટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment