Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‎લાઈનમેન ભરતી માટે યોજાયા પોલ ટેસ્ટ:વીજકંપનીમાં લાઇનમેન માટે 796 ઉમેદવારો ઉમટ્યાં

    1 day ago

    ભરૂચ મકતમપુર સ્થિત ડીજીવીસીએલ કચેરીએ લાઈન મેન ની ભરતી માટે ઇન્ટરવ્યૂ તેમજ પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેના માટે કુલ 964 અરજદારોએ અરજી કરી હતી. જેઓને વીજ વિભાગે ત્રણ રીતે જાણ કરી હતી જેમાં ઈમેલ, ફોન, અને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. જેમાથી 796 જેટલા અરજદારો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા. પહેલા નામ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પછી અરજદારોના ભણતરના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. અને પછી પોલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેના માટે ભરૂચ સર્કલમાં આવતા 180 કર્મીઓને રોકવામાં આવ્યા હતા. 20 ટીમ પુરાવાની ચકાસણી માટે, 5 ટીમો પોલ ટેસ્ટ માટે, 3 ટીમ રજીસ્ટ્રેશન માટે સાથે 6 જેટલા વધારાના માણસોને ઉમેદવારની મદદ માટે રાખવામા આવ્યા હતા. પોલ ટેસ્ટ દરમિયાન પારદર્શિતા માટે વિડિઓ રેકોર્ડ કરવામાં આવ્યા હતા સાથે એલઇડી પર પણ લાઈવ બતાવવામાં આવ્યા હતા. સવારે 7 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી ટેસ્ટ લેવામાં આવ્યો હતો. 180 કર્મીનો રિપોર્ટ બાદ જે પાસ થયા છે તેની યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયા બાદ ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. 10 મીટર પોલ પર ચડવા‎50 સેકન્ડ સમય અપાયો‎ ભરૂચ ડીજીવીસીએલ વિભાગે લાઈન મેનની ભરતી માટે ઉમેદવારો ને બોલાવ્યા હતા, જેમાં ખાસ ઉમેદવારે એક પોલ ઉપર ચડવાનું હતું જેના પર સમય મર્યાદામાં ચઢનાર ને પાસ ગણવામાં આવે છે. આ 10 મીટર પોલ ચડવા માટે ઉમેદવારને 50 સેકન્ડ નો ટાઇમ આપવામાં આવ્યો હતો. કારણ કે આ લાઇન મેન નું કામ ફીલ્ડ પર જઈને કરવાનું હોવાથી આ ટેસ્ટ પાસ કરવું જરૂરી હતું.
    Click here to Read More
    Previous Article
    RTIના અરજદારો વધ્યા:એક વર્ષમાં અરજી 30 ટકા વધીને 1.71 લાખ પાર
    Next Article
    પરીક્ષા કેન્દ્રો ખાતેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ:ભરૂચમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ શોધવાનું શરૂ, 30 શિક્ષક મારફતે 180 સીડીની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment