Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા કેન્દ્રો ખાતેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ:ભરૂચમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ શોધવાનું શરૂ, 30 શિક્ષક મારફતે 180 સીડીની તપાસ

    1 day ago

    ભરૂચમાં બોર્ડની પરીક્ષામાં ગેરરિતી શોધવાની કવાયત શરૂ કરવમાં આવી છે. રોજના 30 શિક્ષકો રોજની 180 સીડીની તપાસ કરી તેમાંથી ગેરરિતીના કિસ્સાઓ શોધી રહયાં છે. અત્યાર સુધીની તપાસમાં ગેરરિતીનો એક પણ કેસ સામે આવ્યો નથી. ભરૂચ જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષાનું હવે છેલ્લું પ્રશ્ન પત્ર રહ્યું છે. ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શિક્ષણ વિભાગ તરફથી ચાલુ કરી દેવામાં આવે છે. ભરૂચમાં બે શાળા જેમાં શબરી વિદ્યાપીઠ અને નારાયણ વિદ્યા વિહારમાં કેમેરાના વિડીઓ રેકોર્ડિંગ તપાસવામાં આવી રહ્યા છે. જેના માટે બે ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક ટિમ માં 15 અને બીજી ટીમમાં 15 આમ બે ટીમ થઈને 30 શિક્ષકો સવારે 10 થી 5 વાગ્યા સુધી વિડીયો રેકોર્ડિંગ ધ્યાન પૂર્વક જોઈ છે. તેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ કચેરીએ કરવામાં આવે છે. આમ રોજ એક શિક્ષક અંદાજે સરેરાશ 5 થી 6 જેટલી સીડીની વિડિઓ રેકોર્ડિંગની સીડી તપાસે છે. કોઈક વખત 7 પણ થઈ જાય છે. આમ 17 માર્ચ સુધીમાં ધો.12 સામાન્ય પ્રવાહની 538 સીડી, વિજ્ઞાનપ્રવાહની 245 અને ધોરણ-10 ની 968 સીડી તપાસવામાં આવી છે. આ તપાસ દરમિયાન એક પણ કોપી કેસ સામે આવ્યો નથી. આમ અંદાજે સરેરાશ બે બિલ્ડીંગ ની તપાસ કરવામાં આવે છે. જેમાં બે ટિમ મળીને અંદાજે 180 જેલી સીડીઓ રોજ તપાસવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‎લાઈનમેન ભરતી માટે યોજાયા પોલ ટેસ્ટ:વીજકંપનીમાં લાઇનમેન માટે 796 ઉમેદવારો ઉમટ્યાં
    Next Article
    ગેસ‎એજન્સી પર રોજના 200 બોટલની નોંધણી:ભરૂચમાં ગેસની માગમાં 50 ટકાનો ઉછાળો, હવે 4 દિવસે બોટલ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment