Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ‎એજન્સી પર રોજના 200 બોટલની નોંધણી:ભરૂચમાં ગેસની માગમાં 50 ટકાનો ઉછાળો, હવે 4 દિવસે બોટલ મળશે

    1 day ago

    ઇરાન સહિતના ખાડી દેશોમાં પ્રર્વતી રહેલી યુધ્ધની સ્થિતિના કારણે પેટ્રોલિયમ પેદાશોની દુનિયાભરમાં તંગી વર્તાઇ રહી છે. ભરૂચમાં રાંધણગેસની બોટલમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. પહેલાં ગેસ એજન્સી પર રોજના 100 બોટલની નોંધણી કરાવવામાં આવતી હતી તેના બદલે હવે 200 બોટલની નોંધણી થઇ રહી છે. માગની સામે સરકારમાંથી ગેસનો પુરવઠો આવી રહયો છે પણ ગ્રાહકોને બેના બદલે હવે ચાર દિવસે રાંધણગેસનો બોટલ મળી રહયો છે. ભરૂચમાં હાલ ગેસ સિલિન્ડર લેવા સાથે લોકો હવે ઇકેવાયસી કરાવવા માટે આવી રહ્યા. ભાસ્કરની ટીમે સ્થળ તપાસ કરતાં ત્રણ એજન્સીઓ પણ મોટાભાગના લોકો પોતાનું ઇ-કેવાયસી કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ ભરૂચ શહેરી વિસ્તારમાં 25 દિવસે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ બાદ ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે. જેના કારણે એજનશિ સંચાલકો સાથે ગ્રાહકોનો ઝઘડો પણ થયો હોવાનું સામે આવ્યું હતું. જોકે હાલ ગેસ એજન્સી પર લાંબી કતારો જોવા મળતી નથી. પરંતુ જે લોકોના ઇ-કેવાયશી કરવામાં આવ્યા નથી તેઓને ગેસ સિલિન્ડર મળી રહ્યો નથી. જેના કારણે જે લોકોને ઇ-કેવાયસી કરાવવાનું બાકી છે તેઓ હવે ઇ-કેવાયસી કરાવવા માટે ગેસ એજન્સી પર આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારમાં બોટલોની કાળા બાજરી પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગેસ એજન્સી પર ગેસ સીલીડર લેવા આવેલ એક મહિલાએ જણાવ્યું હતું કે તે ઓએ અગાઉ 5 કિલો બોટલના 900 રૂપિયા આપીને ખરીદી કરી હતી. જેની કિંમત લગભગ રૂપિયા 300 જેટલાના ભાવે ગેસ એજન્સી પર મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો આફતમાં અવસર શોધીને ગેસના બોટલ ની કાળા બજારી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા કેન્દ્રો ખાતેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ:ભરૂચમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ શોધવાનું શરૂ, 30 શિક્ષક મારફતે 180 સીડીની તપાસ
    Next Article
    કાર્યવાહી:રિટર્ન બાકી હોય તેવા વેપારીઓના બેન્ક ખાતાં GSTએ રાતોરાત સીઝ કરી દીધાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment