Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરદાતાઓમાં ભારે અસંતોષ:GSTમાં તંત્ર વચ્ચે સમન્વયના અભાવે રોજ વધી રહી છે ડુપ્લિકેટ ટેક્સ ડિમાન્ડ

    1 day ago

    જીએસટી વ્યવસ્થાના અમલ બાદ કર વસૂલાતમાં પારદર્શિતા અને સરળતા લાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં કર અધિકારીઓ દ્વારા સમાન કર સમયગાળા માટે સમાંતર અને ઓવરલેપિંગ નિર્ણયો આપવામાં આવતા કરદાતાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2020-21 માટે વિવિધ GST સત્તાવાળાઓ દ્વારા બે અલગ અલગ આદેશો અથવા નોટિસો આપવામાં આવતા હોવાની ફરિયાદો વધી રહી છે. કરદાતાઓના જણાવ્યા મુજબ, ઓછું જાહેર કરાયેલ આઉટપુટ ટેક્સ અથવા વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) જેવા મુદ્દાઓને આધારે જુદી જુદી સત્તાઓ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાન સમયગાળા અને સમાન વ્યવહારો માટે એકથી વધુ નોટિસો મળતા કરદાતાઓ પર બિનજરૂરી આર્થિક અને માનસિક બોજો વધી રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય GST અધિકારીઓ દ્વારા અલગ અલગ આદેશો ફટકારવામાં આવ્યા છે, જેનાથી કરદાતાઓને કાનૂની ગૂંચવણનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ઉદાહરણોમાં કરદાતાઓએ સંપૂર્ણ IGST અને CGSTની જવાબદારીઓ ચૂકવી દીધી હોવા છતાં, બીજા આદેશમાં માત્ર SGSTનો એક ભાગ બાકી હોવાનું દર્શાવી ફરીથી નોટિસ આપવામાં આવી રહી છે. આવા કિસ્સાઓમાં ડુપ્લિકેટ માંગણીઓ ઊભી થવાની શક્યતા રહે છે, જે GSTની “વન નેશન, વન ટેક્સ”ની ભાવનાને વિરુદ્ધ જાય છે. કરદાતાઓ અને કર નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની સમાંતર કાર્યવાહીથી વ્યવસાયિક વાતાવરણ પર નકારાત્મક અસર પડે છે. GST શાસન હેઠળ પ્રક્રિયાગત ન્યાયીતા અને સંકલન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તાઓ વચ્ચે વધુ સમન્વય જરૂરી છે. સમાન કર સમયગાળા માટે એક જ મુદ્દે એક જ સત્તા દ્વારા કાર્યવાહી થાય તેવા સ્પષ્ટ માર્ગદર્શક નિયમો બનાવવાની માંગ ઉઠી છે. કરદાતાઓનું કહેવું છે કે ડુપ્લિકેટિવ ટેક્સ કેસોમાં ઘટાડો લાવી અને સ્પષ્ટ, ન્યાયી તથા સુસંગત પ્રક્રિયા અપનાવી જ GST વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાય. આ મુદ્દે નીતિગત સ્પષ્ટતા અને ઉચ્ચ સ્તરે હસ્તક્ષેપ જરૂરી બન્યો છે. ભાસ્કર એક્સપર્ટ નિર્ણયમાં બહુવિધતા ટાળવી જોઇએ GST નિર્ણયમાં એવી કાર્યવાહીની બહુવિધતા ટાળવી જોઈએ જે સમાન કર જવાબદારીઓ માટે બેવડી માંગણીઓ તરફ દોરી શકે છે. જો અલગ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવે તો પણ, જ્યારે તે સમાન સમયગાળા અને સંભવિત રીતે સમાન વ્યવહારોની ચિંતા પેદા કરે છે, ત્યારે આ બાબતને એક જ સત્તા દ્વારા એકીકૃત અને પુનર્વિચારિત કરવી જોઈએ. - સુનય જરીવાલા, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ
    Click here to Read More
    Previous Article
    બાળકને મળ્યું નવજીવન:જન્મજાત હૃદયરોગથી પીડિત બાળકને મળી નવી જિંદગી
    Next Article
    PM Modi participates in Somnath Swabhiman Parv in Gujarat | 10 January 2026

    Related મ્હારો ગુજરાત Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment