Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'RTEના વિદ્યાર્થી દીઠ અપાતા નાણામાં વધારો કરો':આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોવાનો આક્ષેપ, રાજ્ય ખાનગી શાળા સંચાલક મંડળની કડક SOPની માગ

    10 hours ago

    ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ખાનગી શાળાઓની 93 હજારથી વધુ બેઠકો ઉપર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને RTE અંતર્ગત મફત શિક્ષણ આપવામાં આવે છે. જેમાં 6થી 14 વર્ષના બાળકો ધો. 1થી 8 માં અભ્યાસ કરી શકે છે. જે માટે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ ખાનગી શાળાઓને રૂ.13,675 આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી માગણી રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. જેમા FRC દ્વારા વિદ્યાર્થી દીઠ નક્કી કરવામાં આવેલી ફી અથવા સરકારને તે વિસ્તારની સરકારી શાળામાં એક વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ ચૂકવવામાં આવે તેવી ડિમાન્ડ મુકવામાં આવી છે. આ સાથે જ RTE અંતર્ગત પ્રવેશ સમયે વિદ્યાર્થી અને તેના વાલીની આર્થિક તપાસણી યોગ્ય રીતે થતી નથી. જેને કારણે ઘણા આર્થિક સમૃદ્ધ પરિવારના વિદ્યાર્થીઓ તેનો ખોટો લાભ મેળવે છે. DEO કચેરી દ્વારા પણ પગલા ન લેવામાં આવતા કડક SOP બનાવવાની માગણી કરવામાં આવી છે. ‘અત્યારે વિદ્યાર્થી દીઠ રૂ.13,675 આપવામાં આવી રહ્યા છે’ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, RTEનો કાયદો 2011માં આવ્યો અને ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો 2013થી અમલમાં આવ્યો છે. તે વખતે જ્યારે દરેક ખાનગી શાળાઓમાં RTEના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી દીઠ રૂ.10,000 આપવામાં આવતા હતા. તે બાદ વર્ષ 2017માં અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી કે રૂ.10,000ની ગણતરી ગુજરાત સરકારે કયા આધારે કરી છે?, જે બાદ અમારી ચર્ચા વિચારણાને અંતે કોરોના કાળથી વિદ્યાર્થી દીઠ રૂ.13,675 આપવામાં આવી રહ્યા છે. ‘RTEના નાણા ચૂકવવામાં આવે ત્યારે જે તે સ્કૂલની FRC દ્વારા નક્કી થયેલી ફી ચૂકવવામાં આવે’ તેને વધુમાં કહ્યું કે, અમે તાજેતરમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે તે એ છે કે વર્ષ 2013માં જ્યારે RTE નો કઈ તો આવ્યો ત્યારે FRC (ફી રેગ્યુલેશન કમિટી) ન હતી. જોકે વર્ષ 2017માં FRC આવ્યું અને તેમાં ખાનગી શાળાઓની ફી ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય તો હવે જ્યારે RTEના નાણા ચૂકવવામાં આવે ત્યારે જે તે સ્કૂલની FRC દ્વારા નક્કી થયેલી ફી ચૂકવવામાં આવે. આ સાથે જમીએ એ પણ રજૂઆત કરી છે કે કદાચ એફ.આર.સી.ની ગણતરી ન કરીએ તો સરકારને તે વિસ્તારમાં એક બાળક દીઠ પોતાને થતો ખર્ચ ચૂકવવામાં આવે. બે માંથી જે ઓછું હોય તે દરેક શાળાઓને વિદ્યાર્થી દીઠ ચૂકવવું જોઈએ. ‘બંને તરફથી શાળા સંચાલકોને મુશ્કેલી પડે છે’ RTEના વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફીને FRCમાં ગણતરીમાં લેવામાં આવતી નથી. એટલે કે જે તે સ્કૂલની ફી રૂ.21000 હોય અને FRC રૂ.13,675 હોય તો તે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તે ગણતરીમાં લેવામાં આવતો નથી. જેથી બંને તરફથી શાળા સંચાલકોને મુશ્કેલી પડે છે. જેથી RTEના વિદ્યાર્થીઓને લઇને હંમેશા માટે આ મુશ્કેલી રહી છે. ‘મોડામાં મોડું ઓગસ્ટ માસમાં ચુકવણી કરી દેવામાં આવે’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના 34માંથી 11 જિલ્લામાં ખાનગી શાળાઓને 31 માર્ચ,2026 સુધીમાં વર્ષ 2025ના RTEના નાણા ચૂકવવામાં આવ્યા નથી. જેમાં ક્યાંક શાળાઓનો પણ વાંક છે કે IFSC કોડ ખોટો હોય અથવા E KYC ન થયુ હોય. ઘણી બધી નાની શાળાઓ એવી છે કે જેમાં સરકાર દ્વારા RTEના વિદ્યાર્થીઓના નાણાં ચૂકવવામાં આવે ત્યારબાદ જ શિક્ષકોના પગાર થતા હોય છે. સૌપ્રથમ અમુક શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓ આરટીઇના હોય અને તેની ચુકવણી સમયસર કરવામાં આવે તો ખૂબ જ તકલીફ પડે છે. જેથી અમારી સરકારને રજૂઆત છે કે જૂન માસમાં શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય તો મોડામાં મોડું ઓગસ્ટ માસમાં ચુકવણી કરી દેવામાં આવે. જ્યારે ઓક્ટોબર - નવેમ્બરમાં દિવાળી વેકેશન બાદ સત્ર શરૂ થાય તો તેના માટેનું જાન્યુઆરી માસમાં ચૂકવણું કરવામાં આવે તેવી માગણી છે. ‘આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટો લાભ મેળવે છે, SOP બનવી જોઈએ’ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મિલિન્દ તોરવણેને અપાયેલા આવેદનપત્રમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ દ્વારા ફાળવવામાં આવતા વિદ્યાર્થી તેમજ તેના વાલીની આર્થિક તપાસણી યોગ્ય થતી ન હોવાને કારણે ઘણા આર્થિક સમૃદ્ધ વિદ્યાર્થી તેનો ખોટો લાભ મેળવે છે અને શાળા દ્વારા તપાસ કરી DEO ઓફિસમાં તેના ડોક્યુમેન્ટ રજૂ કરવા છતાં તેના પર કોઈ પગલાં લેવાતા નથી. તેથી એડમિશન પ્રક્રિયા પારદર્શક બને તે માટે ફુલ પ્રુફ કોઈ SOP બનવી જોઈએ તેથી ખરેખર જરૂરિયાતવાળા વિદ્યાર્થીને જ તેનો લાભ મળી શકે. આ ઉપરાંત વર્ષ 2019ના હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ સરકાર દ્વારા શાળાને વિદ્યાર્થી દીઠ ચૂકવવામાં આવતી રકમ એફઆરસી દ્વારા મંજૂર થયેલ રકમ અથવા શાળા જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં સરકારે એક વિદ્યાર્થી દીઠ થતો ખર્ચો એમાંથી જે રકમ ઓછી હોય તે સરકાર દ્વારા શાળાએ ચૂકવવી જોઈએ. હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન છતાં તેનું પાલન થયેલું નથી તો આપને વિનંતી કે આ માર્ગદર્શનનો યોગ્ય અમલ કરવામાં આવે તેવી અભ્યર્થના.
    Click here to Read More
    Previous Article
    ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી:શેરથામાં બેંકે હરાજી કરેલા મકાનમાં ગેરકાયદેસર ઘુસ્યો, અડાલમાં ફરિયાદ નોંધાઈ
    Next Article
    પાટણ હવેલીમાં પુરુષોત્તમ માસ, ઉષ્ણકાળ નિમિત્તે મનોરથો:ઠાકોરજીને શીતળતા માટે વિવિધ ઉત્સવો, દર્શનાર્થે વૈષ્ણવોની ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment