Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ હવેલીમાં પુરુષોત્તમ માસ, ઉષ્ણકાળ નિમિત્તે મનોરથો:ઠાકોરજીને શીતળતા માટે વિવિધ ઉત્સવો, દર્શનાર્થે વૈષ્ણવોની ભીડ

    8 hours ago

    પાટણના ત્રણ દરવાજા પાસે આવેલી બાલકૃષ્ણલાલજી યાને માજી મહારાજ હવેલીમાં અધિક માસ (પુરુષોત્તમ માસ) અને ઉષ્ણકાળ નિમિત્તે ઠાકોરજીને શીતળતા પ્રદાન કરવા વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરાયું છે. આ વિશેષ ભક્તિમય ઉત્સવોના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી રહ્યા છે. શહેરની આ બાલકૃષ્ણલાલજી હવેલી ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. અધિક માસ દરમિયાન અહીં ભગવાન કૃષ્ણના નામ જપ, ગુણગાન, સ્તુતિ અને કીર્તનનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉષ્ણકાળની ઋતુને ધ્યાનમાં રાખીને ઠાકોરજીને શીતળતા મળે તે હેતુથી નાવ મનોરથ, યમુનાજીમાં ઝૂલો, સફેદ ઘટા, ખસખાનાનો મનોરથ, શરદ ઉત્સવ, અન્નકૂટ મનોરથ, માનસી ગંગા, પુષ્પવિતાન અને કેરી મનોરથ જેવા અનેક મોટા મનોરથો સંપન્ન થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં પણ અન્ય મનોરથો યોજાશે. આ મનોરથોના દર્શન કરવા માટે દૂર-દૂરથી વૈષ્ણવો હવેલી ખાતે આવી રહ્યા છે. તમામ ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા માટે હવેલીના મુખ્યાજી, ટ્રસ્ટીગણ અને સેવામાં ઉપસ્થિત તમામ વૈષ્ણવો દ્વારા ઠાકોરજીની સુખ-સુવિધાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ સંભાળવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'RTEના વિદ્યાર્થી દીઠ અપાતા નાણામાં વધારો કરો':આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોવાનો આક્ષેપ, રાજ્ય ખાનગી શાળા સંચાલક મંડળની કડક SOPની માગ
    Next Article
    Railway Technician Grade 3 Result 2026 Out, Check Steps to Download Merit List PDF

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment