Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી:શેરથામાં બેંકે હરાજી કરેલા મકાનમાં ગેરકાયદેસર ઘુસ્યો, અડાલમાં ફરિયાદ નોંધાઈ

    8 hours ago

    ગાંધીનગરના શેરથા ગામમાં આવેલા એક મકાનમાં મકાનના અગાઉના માલિકે આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બેંક દ્વારા હરાજીમાં ખરીદવામાં આવેલા મકાનમાં અગાઉના માલિકે ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી મંદિરમાંથી 5100 રૂપિયા ચોરી લેતાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બેંકના હપ્તા ન ભરતા બેંકે મકાન સીઝ કરી હરાજી કરી ગાંધીનગરના સેકટર 12 ખાતે રહેતા કૃણાલ કૃષ્ણકાંત ઠાકર પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરે છે. તેમણે માર્ચ 2026માં શેરથા ગામની ગ્રામ પંચાયતની મિલકત નં. 785 ધરાવતું મકાન હરાજીમાં ખરીદ્યું હતું. આ મકાન અગાઉ ભરતભાઈ ભીખાભાઈ સુથારનું હતું. જેણે બેંકના હપ્તા ન ભરતા બેંકે મકાન સીઝ કરી હરાજી કરી હતી. ફર્નિચર સહિતના સામાનનો કચ્ચરઘાણ અને મંદિરમાથી ચોરી બાદમાં કૃણાલે કાયદેસરના દસ્તાવેજો સાથે મકાનનો કબજો મેળવ્યો હતો. ગઈકાલે સાંજે જ્યારે તેઓ મકાન પર ગયા ત્યારે તેમને ઘરની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં રહેલું તમામ ફર્નિચર, રાચરચીલું, રસોડાનું પ્લેટફોર્મ અને સીડીના ભાગોને તોડી પાડવામાં આવ્યા હતાં. ઉપરાંત મંદિરમાં પૂજા વિધિ માટે મુકવામાં આવેલા 5100 રૂપિયા પણ ચોરી થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. 'હું આ ફર્નિચર કોઈને વાપરવા નહીં દઉં' આ અંગે આસપાસના પડોશીઓએ તેમને જણાવ્યું હતું કે, આશરે 15 દિવસ અગાઉ ભરતભાઈ સુથાર ત્યાં આવ્યો હતો અને તોડફોડ કરી હતી. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ભરતે કહ્યું હતું કે, આ ફર્નિચર મારું હતું અને બેંકે મને આપ્યું નથી, તેથી હું આ ફર્નિચર કોઈને વાપરવા નહીં દઉં. આ સમગ્ર મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં સિંહોના મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં:PCCF ભવાની પતીએ પ્રથમવખત ગીરથી પીપાવાવ સુધી જાતે નિરીક્ષણ કર્યું, તમામ રેન્જની ટીમો હાઈએલર્ટ પર
    Next Article
    'RTEના વિદ્યાર્થી દીઠ અપાતા નાણામાં વધારો કરો':આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોવાનો આક્ષેપ, રાજ્ય ખાનગી શાળા સંચાલક મંડળની કડક SOPની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment