Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTEનો પહેલો રાઉન્ડ જાહેર:શહેરમાં 4034 અને ગ્રામ્યમાં 1937 સીટ ઉપર ધો.1માં પ્રવેશ અપાયો, 7 દિવસમાં એડમિશન લેવું પડશે

    8 hours ago

    ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ અપાવતા ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ પ્રવેશની રાહ જોઈ રહેલા વાલીઓ માટે સોમવારે મહત્ત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા સોમવારે (4 મે)ના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ભારે ધસારો જોવા મળ્યો હતો, જેમાં કુલ 6,053 બેઠક સામે 22 હજારથી વધુ અરજીઓ આવી હતી. જે પૈકી પ્રથમ રાઉન્ડમાં 5,971 બાળકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. વાલીઓએ 7 દિવસમાં એડમિશન લેવું પડશે. રાજકોટ શહેરમાં તમામ 4,034 બેઠક પર પ્રવેશ ફાળવી દેવાયો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2,019 બેઠકમાંથી 1,937 પર જ પ્રવેશ અપાયો છે. એટલે કે 82 બેઠક હજુ પણ ખાલી છે. શિક્ષણ વિભાગના વિશ્લેષણ મુજબ, આ સીટો ખાલી રહેવાનું મુખ્ય કારણ વાલીઓની શાળા પસંદગી છે. ઘણા વાલીઓએ ફોર્મ ભરતી વખતે મર્યાદિત શાળાઓ જ પસંદ કરી હતી. જે શાળાઓ વાલીઓએ પસંદ જ નથી કરી, ત્યાં નિયમ મુજબ વિભાગ પ્રવેશ ફાળવી શકતું નથી, ભલે ત્યાં સીટો ખાલી હોય. જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે, તેમના વાલીઓએ આગામી 7 દિવસમાં જે-તે શાળાએ જઈને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો આ મુદતમાં વાલી શાળાએ નહીં પહોંચે, તો તેમનો પ્રવેશ રદ ગણાશે અને તે સીટ બીજા રાઉન્ડ માટે ખાલી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દસ્તાવેજોની માથાકૂટને કારણે અગાઉ ફોર્મ ભરવાની મુદત 6 દિવસ લંબાવવામાં આવી હતી. હવે પ્રથમ રાઉન્ડ બાદ જે સીટો ખાલી પડશે અને જે વાલીઓએ પ્રવેશ નહીં લીધો હોય તેવી તમામ બેઠકો માટે આગામી સમયમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. પહેલો રાઉન્ડ જાહેર કરાયા બાદ જે વાલીઓ 7 દિવસમાં ફાળવાયેલી સ્કૂલમાં પ્રવેશ નિશ્ચિત નહીં કરાવે તો તેની સિટ રદ કરાશે.પહેલા રાઉન્ડ બાદ જેટલી સિટો પર પ્રવેશ સુનિશ્ચિત નહીં થયા હોય તે તમામ સિટો પર આગામી દિવસોમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. આટલી બાબત વાલીઓએ ધ્યાન રાખવી જોઈએ જેથી પ્રવેશમાં મુશ્કેલી ન થાય વાલીઓ એડમિટ કાર્ડ આવી રીતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે RTEમાં આવક મર્યાદા વધારી 6 લાખ કરાઈ હતી RTEમાં અત્યાર સુધી ગ્રામ્યમાં 1.20 લાખ શહેરમાં 1.50 લાખની આવક મર્યાદા ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ ધો.1માં મફત શિક્ષણ માટે ફોર્મ ભરતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે આવકની મર્યાદા ગ્રામ્ય અને શહેરમાં બંનેમાં વધારીને રૂ.6 લાખ સુધીની કરી દીધી, એટલે કે હવે મહિને રૂ.50 હજારની આવક ધરાવતા વાલીઓ પણ RTEમાં પ્રવેશ લઇ શકશે.
    Click here to Read More
    Previous Article
    છરીથી હિંસક હુમલો:મકાનની સૂથી પરત આપવાના વિવાદમાં વચ્ચે પડેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા
    Next Article
    ધોરણ 12 સામાન્ય પ્રવાહ:રાજકોટે ગયા વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, 93.69% ઐતિહાસિક પરિણામ, 1184 વિદ્યાર્થીએે A1 ગ્રેડમાં ઝળક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment