Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છરીથી હિંસક હુમલો:મકાનની સૂથી પરત આપવાના વિવાદમાં વચ્ચે પડેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા

    9 hours ago

    રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં રવિવારે રાત્રે મકાન સોદાના પૈસાની ઉઘરાણી બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. ગીર સોમનાથના ઘુસિયા ગામે મોટાભાઈની સગાઈના કામે જઈને પરત ફરેલા 20 વર્ષીય કલ્પેશ ડોડિયા પર તેના જ પાડોશીઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યો છે. રાવણ ચોક પાસે ચુનારાવાડ શેરી નં.2માં રહેતા કલ્પેશ મનુભાઇ ડોડિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરસોત્તમ, તેના જમાઇ મેહુલ અને મેહુલના ભાઇ રોહિતનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી પરસોત્તમભાઈએ કલ્પેશના મોટાભાઈ પપ્પુભાઈના સાસુ (જોશનાબેન) ને દોઢેક વર્ષ પહેલાં મકાન રાખવા પેટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. હવે પરસોત્તમભાઈને તે મકાન લેવું ન હોય, તેઓ 1 લાખના બદલે 2 લાખ રૂપિયા પરત માગતા હતા. આ બાબતે ચુનારાવાડમાં કલ્પેશની ભાભીના ઘર પાસે ઝઘડો ચાલતો હતો. ફરિયાદી અને તેમના મોટાભાઇ પપ્પુભાઇ તથા કાકાના દીકરા કિશનભાઇ ઘુસિયા ગામેથી રવિવારે રાત્રે 11 વાગ્યે પરત ફર્યા ત્યારે તેમના ભાભી સંજનાબેન અને રંજનાબેનના ઘર પાસે આરોપીઓ માથાકૂટ કરતા હતા અને મકાનની સૂથી પેટે ફરિયાદીના ભાઇના સાસુને દોઢ વર્ષ પહેલાં રૂ.1 લાખ આપ્યા હોય હવે મકાન જોતું ન હોય રૂ.2 લાખ પરત માગતા હતા. આ માથાકૂટ જોઈને કલ્પેશ તેમને સમજાવવા ગયો હતો. ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને “તારે અમારી વચ્ચે બોલવું નહીં’ તેમ કહી ગાળો આપી હતી. દરમિયાન પરસોત્તમભાઈ અને મેહુલે કલ્પેશને પકડી રાખ્યો હતો અને રોહિતે તેના નેફામાંથી છરી કાઢી કલ્પેશના પેટમાં જમણી બાજુ ઝીંકી દીધી હતી. આ હુમલો થયા બાદ લોહીલુહાણ હાલતમાં કલ્પેશને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ છરીનો ઘા 3 ઇંચ જેટલો ઊંડો હોવાથી તાત્કાલિક ઓપરેશનની જરૂર પડી છે. થોરાળા પોલીસે કલ્પેશની ફરિયાદ પરથી પાડોશી મેહુલ, તેનો ભાઈ રોહિત અને સસરા પરસોત્તમભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે અન્ય એક ઘટનામાં કોઠારિયા રોડ પર ઘનશ્યામનગર શેરી નં.16માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા કિંજલબેન પંકજભાઇ વાઘેલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાલા કાળુ સાગઠિયા, હેતલ કાળુ સાગઠિયા, કલીબેન અને ભૂરીબેનનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના પતિ રાત્રે પાન-ફાકી લેવા નીકળ્યા ત્યારે પાડોશમાં રહેતા લાલા કાનજી સાગઠિયાએ જૂના ઝઘડાનો ખાર રાખી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે કિંજલબેને ઘરે જુવાન દીકરીઓ હોવાનું કહી ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા લાલાએ કાચની ધારદાર વસ્તુ માથામાં મારી દીધી હતી. આ ઉપરાંત લાલાની બહેન હેતલ અને પત્ની કલીબેન સહિતનાઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં કિંજલબેનને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બેફામ બનતા તસ્કરો:ગોકુલ સ્નેક્સની એજન્સીમાંથી 1.73 લાખ ભરેલી બેગની ઉઠાંતરી
    Next Article
    RTEનો પહેલો રાઉન્ડ જાહેર:શહેરમાં 4034 અને ગ્રામ્યમાં 1937 સીટ ઉપર ધો.1માં પ્રવેશ અપાયો, 7 દિવસમાં એડમિશન લેવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment