Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પોરબંદર જિલ્લામાં હોમગાર્ડની 173 જગ્યા ‎ખાલી હોવાથી રાત્રિ સુરક્ષા જોખમમાં આવી‎

    3 days ago

    પોરબંદર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાથી લઈને જાહેર કાર્યક્રમો સુધીની સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડ્સની હાજરી મહત્ત્વની છે, પરંતુ દળમાં 10 વર્ષના સમયથી નવી ભરતી નહીં થવાના કારણે હોમગાર્ડ્સ જવાની મહેકમ સામે ઘટ વર્તાઈ રહી છે. મંજૂર 361 મહેકમ સામે માત્ર 188 હોમગાર્ડ જવાનો તૈનાત છે. 173 જગ્યા ખાલી છે ત્યારે રાત્રિ સુરક્ષા જોખમમાં આવી છે. પોલીસને સહાયક બળ તરીકે કામ કરતા હોમગાર્ડ્સની સંખ્યા ઘટતાં ભવિષ્યમાં મેળા, એકસાથે યોજાતા કાર્યક્રમો અને કટોકટીની પરિસ્થિતિમાં વધારાનું બળ ઉપલબ્ધ કરાવવું પડકારરૂપ બની શકે છે. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ વિવિધ તહેવારો અને બંદોબસ્તમાં પોલીસની સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ્સ દળની મહત્વની ભૂમિકા રહે છે ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી હોમગાર્ડ્સની નવી ભરતી જ કરવામાં આવી નથી, પરિણામે સમગ્ર જિલ્લામાં મહેકમની ભારે અછત સર્જાઈ છે. જિલ્લામાં કુલ મંજૂર થયેલા 361 જવાનોના મહેકમ સામે હાલ માત્ર 188 જવાનો જ ફરજ બજાવી રહ્યા છે, 173 જગ્યા ખાલી છે, એટલે કે 47.92 ટકા જગ્યાઓ ખાલી પડી છે. જગ્યા ખાલી હોવાને કારણે રાત્રિ સુરક્ષા જોખમમાં આવી ગઈ છે. સૌથી વધુ વિસંગતતા ગ્રામ્ય અને દરિયાઈ વિસ્તારના યુનિટોમાં જોવા મળી રહી છે, જ્યાં જવાનોની અછતને કારણે સ્થાનિક સુરક્ષા અને બંદોબસ્ત પર વિપરીત અસર પડી રહી છે. ખાસ કરીને માધવપુરમાં સૌથી માઠી અસર પડે છે. પ્રવાસીધામ અને દરિયાઈ પટ્ટી ધરાવતા માધવપુરમાં 76 ના મહેકમ સામે માત્ર 13 જવાનો જ છે. અહીં આશરે 82.89 ટકા જગ્યાઓ ખાલી હોવાથી તહેવારો કે મેળા દરમિયાન ભારે ખેંચ ઊભી થાય છે. યુનિટ વાઈઝ હોમગાર્ડની આંકડાકીય સ્થિતિ પોરબંદર તાલુકામાં મંજૂર 163 જગ્યામાંથી 98 ભરેલી છે, જ્યારે 65 જગ્યાઓ ખાલી છે. રાણાવાવમાં મંજૂર 38માંથી 19 જગ્યાઓ ભરેલી અને 19 ખાલી છે. કુતિયાણામાં મંજૂર તમામ 38 જગ્યાઓ ભરેલી છે. માધવપુરમાં મંજૂર 76માંથી માત્ર 13 જગ્યાઓ ભરેલી છે, જ્યારે 63 જગ્યાઓ ખાલી છે. બગવદરમાં મંજૂર 38માંથી 20 જગ્યાઓ ભરેલી અને 18 ખાલી છે. આમ, સમગ્ર જિલ્લામાં મંજૂર 361 જગ્યામાંથી 188 ભરેલી છે, જ્યારે 173 જગ્યાઓ ખાલી છે. જિલ્લામાં કુલ મંજૂર મહેકમ સામે 47.92 ટકા જગ્યાઓ ખાલી છે. વર્તમાન જવાનો પર બંદોબસ્તનું ભારણ વધ્યું દસ વર્ષથી નવી ઓપન ભરતી પ્રક્રિયા બંધ હોવાના કારણે વયનિવૃત્તિ કે અન્ય કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ નથી. ચૂંટણી, વીઆઈપી બંદોબસ્ત, ધાર્મિક ઉત્સવો અને દરિયાઈ સુરક્ષા જેવા મહત્ત્વના પ્રસંગોએ હોમગાર્ડ્સની માગ રહે છે, પરંતુ અપૂરતી સંખ્યાને કારણે હાલના જવાનો પર કામનું ભારણ બમણું થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બરડા વિસ્તારમાં ચોમાસું નિષ્ફળ,‎ આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ‎
    Next Article
    શ્રેષ્ઠ પ્રદર્શન બદલ DGPના હસ્તે હેડ કોન્સ્ટેબલનું સન્માન‎:CCTVની મદદથી 24.32 કરોડનો મુદામાલ રિકવર, નેત્રમ શાખાને 26મી વખત એવોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment