Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રેષ્ઠ પ્રદર્શન બદલ DGPના હસ્તે હેડ કોન્સ્ટેબલનું સન્માન‎:CCTVની મદદથી 24.32 કરોડનો મુદામાલ રિકવર, નેત્રમ શાખાને 26મી વખત એવોર્ડ

    3 days ago

    પોલીસની નેત્રમ શાખાએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ગુનાઓનો ભેદ ઉકેલવામાં રાજ્યભરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી જી.એસ. મલિકના હસ્તે નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ. પી. મકવાણાની ટીમના હેડ કોન્સ્ટેબલ વિક્રમ જીલડીયાને 26મી વખત એવોર્ડ આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખાની કામગીરીનું કુલ 20 વખત મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં ગુનાઓનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં તમામ વખત શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરાયા છે. આ ઉપરાંત 3 વખત ઈ-ચલણની કામગીરીમાં પ્રથમ ક્રમાંક અને 2 વખત ઈ-કોપ એવોર્ડ પણ મેળવ્યા છે. પોલીસે 5 વર્ષમાં રૂપિયા 24.32 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ તથા ખોવાયેલી ચીજવસ્તુઓ રિકવર કરી મૂળ માલિકોને સુપ્રત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પોરબંદર જિલ્લામાં હોમગાર્ડની 173 જગ્યા ‎ખાલી હોવાથી રાત્રિ સુરક્ષા જોખમમાં આવી‎
    Next Article
    21 ઓક્ટોબર સુધી અરજી ફોર્મ મેળવી સબમિટ કરી શકાશે‎:10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક થવાની તક, 75 જગ્યા માટે 15 મીથી ભરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment