Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 ઓક્ટોબર સુધી અરજી ફોર્મ મેળવી સબમિટ કરી શકાશે‎:10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક થવાની તક, 75 જગ્યા માટે 15 મીથી ભરતી

    3 days ago

    જૂનાગઢ જિલ્લાની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવાના હેતુથી જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ હેઠળ 75 માનદ સેવકોની ભરતી માટે જાહેરખબર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો તા. 15 ઓક્ટોબર થી 21 ઓક્ટોબરે સુધીમાં લાગુ પડતાં પોલીસ સ્ટેશન અથવા જૂનાગઢ શહેર ટ્રાફિક શાખા ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી શકશે. ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ અને જૂનાગઢ જિલ્લાના સંબંધિત વિસ્તારનો રહવાસી હોવો જોઈએ. અરજી સાથે આધારકાર્ડ, રહેઠાણનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણપત્ર, જન્મતારીખનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટા રજૂ કરવાના રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન શારીરિક કસોટી લેવામાં આવશે. આ નિમણૂક માનદ સેવક તરીકે હોવાથી કાયમી સરકારી નોકરીનો કોઈ હક પ્રાપ્ત થશે નહીં. વધુ માહિતી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ક્યાં કેટલી જગ્યા... વિસાવદરમાં 4, વંથલીમાં 5, કેશોદમાં 6, માણાવદરમાં 5, બાંટવામાં 5, માંગરોળમાં 7, ચોરવાડમાં 5 અને ટ્રાફિક શાખા (જૂનાગઢ શહેર) માટે સૌથી વધુ 38 જગ્યાઓ ભરાશે.
    Click here to Read More
    Previous Article
    શ્રેષ્ઠ પ્રદર્શન બદલ DGPના હસ્તે હેડ કોન્સ્ટેબલનું સન્માન‎:CCTVની મદદથી 24.32 કરોડનો મુદામાલ રિકવર, નેત્રમ શાખાને 26મી વખત એવોર્ડ
    Next Article
    આજે જનરલ બોર્ડમાં ઘમાસાણ થશે:"GIPL કંપનીને હટાવવા, 3 વર્ષના ઓડિટ રિપોર્ટ રજૂ કરો"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment