Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બરડા વિસ્તારમાં ચોમાસું નિષ્ફળ,‎ આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ‎

    3 days ago

    પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર ઝાપટાંરૂપે 4 થી 5 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા એકાદ ઈંચ વરસાદે ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જગાવી હતી, જેથી મોટા પાયે મગફળીનું વાવેતર કરાયું હતું. જોકે, ત્યારબાદ પૂરતો વરસાદ ન પડતાં વાવેતર કરેલો સમગ્ર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેતરોમાં મગફળીનો એક દાણો પણ પાક્યો નથી, જેના કારણે પશુઓ માટે ઉપયોગી મગોટુ (પાલા) પણ થાય તેમ નથી. પશુઓ માટે મગોટાં અને ઘાસચારાનું પણ ભારે સંકટ સર્જાયું છે ત્યારે ચોમાસું નિષ્ફળ જતાં ખેડૂતોએ વાવેલ આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ કર્યું છે. ઉત્પાદન અડધું થતાં માત્ર ખર્ચ નીકળશે વૈશાખ મહિનામાં કૂવા કે બોરના પાણીથી જેમણે આગોતરું વાવેતર કર્યું હતું, તેમણે મગફળી ઉપાડવાનું કામ શરૂ કર્યું છે. જોકે, ખેડૂતોના જણાવ્યા મુજબ વીઘે માત્ર 10 થી 15 મણ જ ઉત્પાદન મળી રહ્યું છે. આ ઉત્પાદનથી માત્ર બિયારણ, ખાતર અને મજૂરીનો જ ખર્ચ નીકળશે અને ખેડૂતોના હાથમાં કોઈ કમાણી બચશે નહીં. જેઓએ વરસાદ પર નિર્ભર રહી વાવેતર કર્યું છે તેવા ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. શિયાળુ પાક અનિશ્ચિત - ખેડૂત આગેવાન બરડા વિસ્તારના તળાવો, ચેકડેમ, વોકળા, કૂવા અને બોરના જળસ્તર તળિયે બેસી ગયા છે. વરસાદના અભાવે હાલ તો મગફળી ઉપાડવાનું શરૂ કર્યું છે પણ હવે પાણીના અભાવે આગામી શિયાળુ પાકનું વાવેતર શક્ય બનશે નહીં. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોએ પશુઓ માટે વાવેલો લીલો ચારો થોડા દિવસ ચાલે તેમ છે, પરંતુ આગામી આખું વર્ષ પશુધન અને પરિવારનો નિભાવ કરવો અત્યંત મુશ્કેલ બની રહેશે. સરકાર દ્વારા વહેલીતકે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ છે. > રાજુભાઈ કારાવદરા, ખેડૂત આગેવાન, કુણવદર
    Click here to Read More
    Previous Article
    શિક્ષાત્મક કાર્યવાહી માટે SP દ્વારા DIGને જાણ કરાઈ‎:પોક્સો કેસમાં PIની બેદરકારી મુદ્દે એસપીનો કાર્યવાહી માટે રિપોર્ટ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પોરબંદર જિલ્લામાં હોમગાર્ડની 173 જગ્યા ‎ખાલી હોવાથી રાત્રિ સુરક્ષા જોખમમાં આવી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment