Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 12 સામાન્ય પ્રવાહ:રાજકોટે ગયા વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, 93.69% ઐતિહાસિક પરિણામ, 1184 વિદ્યાર્થીએે A1 ગ્રેડમાં ઝળક્યા

    7 hours ago

    ધોરણ-12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ જિલ્લાએ ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વર્ષે રાજકોટ જિલ્લામાં કુલ 23,683 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 23,619 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેમાંથી 22,128 વિદ્યાર્થી સફળ થઈ સર્ટિફિકેટ માટે પાત્ર બન્યા છે. જિલ્લાનું પાસિંગ રિઝલ્ટ 93.69 ટકા નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ 92.71 ટકાથી વધુ છે. વિદ્યાર્થીઓના ગ્રેડ મુજબના પરિણામમાં રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1,184 વિદ્યાર્થી રહ્યા છે, જ્યારે A2માં 3,669 અને B1માં 4,377 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ B2 અને C1 ગ્રેડમાં રહ્યા હોવાનું પણ આંકડાઓ દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં 1,555 વિદ્યાર્થી નાપાસ થયા છે જેને લઈને શિક્ષણવિદોનું માનવું છે કે, હવે સુધારણા પરીક્ષામાં વધુ ફોકસ કરવાની જરૂર રહેશે. રાજ્ય સ્તરે આ વર્ષે કુલ 4,03,362 વિદ્યાર્થી પાસ થયા છે, જેમાં રાજકોટ જિલ્લાનો ફાળો 22,128 વિદ્યાર્થીનો રહ્યો છે. શિક્ષણવિદોના મતે, આ વર્ષે પ્રશ્નપત્રોમાં એપ્લિકેશન આધારિત પ્રશ્નો વધતા વિદ્યાર્થીઓએ માત્ર ગોખણપટ્ટી નહીં પરંતુ સમજ આધારિત અભ્યાસ કર્યો હોવાનો ફાયદો મળ્યો છે. સાથે જ ‘બેસ્ટ ઓફ ટુ’ જેવી સુવિધા અને સુધારણા પરીક્ષાની તક પણ વિદ્યાર્થીઓ માટે સહાયક સાબિત થઈ શકે છે. ભાસ્કર એક્સપ્લેનર રાજકોટનું 5 વર્ષનું પરિણામ | ગયા વર્ષે 841ને A1 ગ્રેડ મળ્યો હતો, આ વર્ષે વધીને 1184 થયા સૌરાષ્ટ્રમાં 96.39% સાથે સુરેન્દ્રનગર જિલ્લો નંબર-1 5 વર્ષમાં રાજકોટના પરિણામ 04.97 ટકાનો વધારો થયો! રાજકોટ સિટીનું 93.53% પરિણામ સૌથી વધુ સાઉથ ઝોનું 96.04% એક્સપ્લેનર | ધો.12 કોમર્સ બાદ કરિયરનો નવો રસ્તો | માત્ર B.Com નહીં, CA સહિતના પ્રોફેશનલ કોર્સમાં કારકિર્દી ઘડી શકે છે એકાઉન્ટ્સ-ફાઈનાન્સમાં રસ હોય તો મેનેજમેન્ટ-લીડરશિપ તરફ ઝુકાવ હોય તો કાયદાકીય ક્ષેત્રમાં રસ હોય તો ટેક્નોલોજી અને IT ક્ષેત્રમાં રસ હોય તો ફાઈનાન્સ - સ્ટોક માર્કેટમાં રસ હોય તો કોર્પોરેટ ક્ષેત્રમાં કરિયર બનાવવી હોય તો આઘાત વચ્ચે પણ અડગ મનોબળ | કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી તો કોઈએ આર્થિક તંગીને મહાત આપી ‘લાડકડી’ઓએ સર્જ્યો ઈતિહાસ! કિસ્સો-1 પરીક્ષાના 10 દિવસ પહેલાં જ પિતાનું અવસાન, શોક વચ્ચે મહેનત કરી 98.74 PR મેળવ્યા: હિતેશ્વરીબાએ બોર્ડની પરીક્ષામાં 98.74 પર્સન્ટાઈલ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. હિતેશ્વરીબાના પિતા ફતેહસિંહ (એક્સ આર્મીમેન) છેલ્લા એક વર્ષથી પેરાલિસિસ અને બ્રેઈન હેમરેજ સામે લડી રહ્યા હતા. કમનસીબે, પરીક્ષાના માત્ર 10 દિવસ પહેલાં જ તેમનું અવસાન થયું. પિતાની છત્રછાયા ગુમાવતા ભાંગી પડેલી દીકરીએ ભણવાનું છોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ શાળાના સંચાલકોની હિંમતથી તેણે પરીક્ષા આપી. હવે હિતેશ્વરીબા CA બનવા માગે છે. કિસ્સો-2 | પિતા ગેરેજમાં કામ કરે છે, દીકરી ક્રિષા ઉમરાણિયા 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ: ‘ દીકરી ધારે તે કરી શકે છે’ એ વાતને સાર્થક કરતા રાજકોટની ક્રિષા હરેશભાઈ ઉમરાણિયાએ ધોરણ 12 કોમર્સમાં 99.99 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતી ક્રિષાના પિતા ગેરેજ ચલાવે છે અને માતા ગૃહિણી છે. ક્રિષાએ SPCC, સ્ટેટેસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 ગુણ મેળવીને રેકોર્ડ સર્જ્યો છે. ઝળહળતું પરિણામ મેળવ્યા બાદ હવે ક્રિષાનું લક્ષ્ય કલેક્ટર બની દેશની સેવા કરવાનું છે. કિસ્સો-3 સરકારી શાળાનું ગૌરવ: મજૂર પિતાની દીકરીએ ભાડાના મકાનમાં રહી મેળવ્યા 99.94 PR: સફળતા કોઈ સાધનોની મોહતાજ નથી હોતી, તે દૃષ્ટિ જગતિયાએ સાબિત કરી દીધું છે. ધોરણ 12 કોમર્સમાં 99.94 પર્સન્ટાઈલ મેળવી દૃષ્ટિએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, ખાનગી શાળાઓના ક્રેઝ વચ્ચે દૃષ્ટિએ ધોરણ 9થી 12નો અભ્યાસ સરકારી શાળામાં કર્યો છે. દૃષ્ટિના પિતા સંદીપભાઈ મજૂરીકામ કરે છે અને પરિવાર આજે પણ ભાડાના મકાનમાં રહે છે. હવે તે CA બની પિતાનું અને સરકારી શાળાનું નામ વધુ રોશન કરવા માગે છે. કિસ્સો-4 પ્રથમ પેપરના દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી, છતાં હિંમત હાર્યા વગર દીકરીએ મેળવ્યા 79 ટકા: ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની ક્રિસ્ટી લુણાગરિયાએ કરુણ પરિસ્થિતિ વચ્ચે અડગ મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરના દિવસે જ પિતા સંજયભાઈનું હાર્ટએટેકથી અવસાન થયું હતું. પિતાના નિધનના આઘાત વચ્ચે પણ ક્રિસ્ટીએ હિંમત ભેગી કરી તમામ પેપર આપ્યા અને આજે જાહેર થયેલા પરિણામમાં 79 ટકા ગુણ હાંસલ કર્યા છે. આઘાત અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી ક્રિસ્ટીએ મેળવેલી આ સફળતા સમાજ માટે એક પ્રેરણાદાયી કિસ્સો બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    RTEનો પહેલો રાઉન્ડ જાહેર:શહેરમાં 4034 અને ગ્રામ્યમાં 1937 સીટ ઉપર ધો.1માં પ્રવેશ અપાયો, 7 દિવસમાં એડમિશન લેવું પડશે
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open In Red As Brent Crude Surges To $115

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment