Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE:આગામી 4 મેએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે

    4 days ago

    ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25 ટકા સંખ્યાને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 4 મે રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તારીખ 4 એપ્રિલથી 23 એપ્રિલ એટલે કે 20 દિવસનો સમય મળશે જ્યારે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને મંજૂર કે ના મંજૂર કરવા માટેનો સમયગાળો 4 એપ્રિલ થી 25 એપ્રિલ એટલે કે 22 દિવસનો રાખવામાં આવ્યો છે. માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 27 એપ્રિલથી 29 એપ્રિલ ત્રણ દિવસ રહેશે. ‌ માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોય તેવા ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય ગાળો 27 એપ્રિલથી 30 એપ્રિલ ચાર દિવસનો રહેશે અને અંતે ચોથી મેના રોજ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ ની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9722 જેટલી શાળામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ ધોરણ-1માં 25 ટકા બેઠકોના હિસાબે કુલ 84700 બેઠક પર 4 એપ્રિલથી શરૂ થયેલી પ્રવેશ કાર્યવાહીની અંતિમ મુદત 17 એપ્રિલથી લંબાવીને 23 એપ્રિલ કરાઈ છે. વિવિધ અંગત કે ટેકનિકલ કારણોસર રજિસ્ટ્રેશનથી વંચિત વિદ્યાર્થીઓ નોંધણી કરાવી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવી વારસો બન્યો જર્જરિત:ત્રાપજની કૃષ્ણકુમારસિંહજી ડિસ્પેન્સરી 66 વર્ષથી ખંડેર
    Next Article
    પરશુરામ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી:ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની નીકળશે શોભાયાત્રા, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment