Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ:કુપોષણમુક્ત પાટણ અને પોષણ જાગૃતિ માટે 66 આંગણવાડી કાર્યકર્તાઓએ ભાગ લીધો

    8 hours ago

    પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ-2026 યોજાયો હતો. આ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી. 66 આંગણવાડી-ICDS કર્મચારીઓએ ભાગ લીધો ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયો હતો. તેમાં પોષણયુક્ત આહારને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને પાટણને કુપોષણમુક્ત બનાવવા સંકલ્પ લેવાયો હતો. આ સ્પર્ધામાં જિલ્લાની 66 આંગણવાડી કાર્યકર્તાઓ અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર્તાઓએ ટેક હોમ રાશન, કઠોળ અને મિલેટ જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને અલગ-અલગ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓ બનાવી હતી. આ વાનગીઓનું પ્રદર્શન પણ કરાયું હતું. નિષ્ણાતોએ વાનગીઓનું પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆત જેવા મુદ્દાઓ પર મૂલ્યાંકન કર્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કલેકટરે કાર્યક્રમમાં સંબોધન કર્યું કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બાળકોના શારીરિક વિકાસને પાયાનો ગણાવ્યો. તેમણે બાળકોના આરોગ્ય, પોષણ અને માતાઓમાં જાગૃતિ લાવવામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગરોની ભૂમિકાને મહત્વની ગણાવી હતી. તેમણે બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ આપવા માટે બધાના સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ આંગણવાડીની ભૂમિકાને પાયાની ગણાવી હતી. તેમણે બાળકોમાં કુપોષણના લક્ષણો દેખાય તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા કહ્યું હતું. તેમણે કિશોરીઓના HB ટેસ્ટિંગનું 100 ટકા કામ પૂરું કરવા અને આગામી સેવા સેતુ કાર્યક્રમમાં બાળકોના આધારકાર્ડ સંબંધિત બાકી કામગીરી પૂરી કરવા સૂચના આપી હતી. પોષણ આરતી, બાળગીત અને શપથ જેવા કાર્યક્રમો થયા આ પોષણ ઉત્સવમાં પોષણ આરતી અને બાળગીત જેવા કાર્યક્રમો પણ થયા હતા. કાર્યક્રમના અંતે સીડીપીઓ રંજનબેન શ્રીમાળીએ હાજર સૌને પોષણ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જોડિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસર રશ્મિબેન ગઢવી તેમજ સીડીપીઓ ઉર્મિલાબેન અને હેતલબેન હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    BCCIની 95મી AGMમાં વડોદરાનું પ્રતિનિધિત્વ:BCA પ્રમુખ પ્રણવ અમીન રહ્યા ઉપસ્થિત, ફેબ્રુઆરી 2027ની ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની મેગા ટૂર્નામેન્ટોની યજમાની કરશે વડોદરા
    Next Article
    SOG અને ફૂડ વિભાગનો સંયુક્ત સપાટો:કેવડાવાડીના 'વોલ્ગા ઘી ડેપો'માંથી ₹2.83 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત, તહેવારો ટાણે મીઠાઈ-હોસ્ટેલમાંથી 37 સેમ્પલ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment