Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOG અને ફૂડ વિભાગનો સંયુક્ત સપાટો:કેવડાવાડીના 'વોલ્ગા ઘી ડેપો'માંથી ₹2.83 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત, તહેવારો ટાણે મીઠાઈ-હોસ્ટેલમાંથી 37 સેમ્પલ લેવાયા

    8 hours ago

    રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. આયુર્વેદમાં ઔષધિ સમાન ગણાતા શુદ્ધ ઘીમાં તેલ અને વનસ્પતિ મિક્સ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવડાવાડી સ્થિત 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડો પાડી ભેળસેળયુક્ત ઘીના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ₹2.83 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કરાયો હતો. આ ઉપરાંત ગણેશોત્સવને અનુલક્ષીને શહેરભરમાંથી મોદક, માવા અને ડેરી પ્રોડક્ટ્સ સહિત કુલ 37 જેટલા નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સોયાબીન તેલ અને વનસ્પતિ ઘી ભેળવી પેકિંગ કરતા હતા SOG અને ફૂડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે કેવડાવાડી મેઈન રોડ પર આવેલા 'વોલ્ગા ઘી ડેપો'માં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટનું મિશ્રણ કરી બનાવટી ઘી તૈયાર કરાઈ રહ્યું છે. દરોડા દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી અને લુઝ ઘી મળી કુલ 6 સેમ્પલ જપ્ત કરાયા હતા. સ્થળ પરથી ₹2,83,879 ની કિંમતનો શંકાસ્પદ જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો તેમજ પેકિંગ મશીનરી સહિતનો સામાન કબજે લેવાયો હતો. ગણેશ મહોત્સવ ટાણે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સામૂહિક તપાસ ગણેશ ચતુર્થીના તહેવારમાં મીઠાઈનો ઉપાડ વધતાં અખાદ્ય માલ પધરાવી ન દેવાય તે માટે ગુરુકૃપા સ્વીટ્સ, ગજાનંદ સોનપાપડી, શ્યામ ડેરી, રસધારા સ્વીટ્સ, શિવશક્તિ ગૃહઉદ્યોગ અને કૃપાનિધિ સહિતની પેઢીઓમાંથી મોતીચૂર લાડુ, ગુલકંદ મોદક, ચોકલેટ મોદક અને સોનપાપડીના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત મેઘમિલન ડેરી, શ્રી તિરુપતિ ડેરી, માટેલ સ્વીટ્સ અને જય યોગેશ્વર ડેરીમાંથી મીઠા માવાના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી માટે મોકલાયા હતા. વિદ્યાર્થીઓના આરોગ્ય માટે હોસ્ટેલોમાં તવાઈ રાજ્યમાં હોસ્ટેલોમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓને પગલે પાલિકાએ વિદ્યાર્થી છાત્રાલયોના રસોડામાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. યુનિવર્સિટી રોડ સ્થિત સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ) ને નોટિસ ફટકારી રાંધેલા ભોજનના 4 સેમ્પલ અને કાલાવડ રોડની લોંજ બોયઝ હોસ્ટેલમાંથી લોટના 3 સેમ્પલ લેવાયા હતા. આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ ગેલેક્સી હોસ્ટેલમાંથી મસાલા અને સેવના નમૂના પણ લેબમાં મોકલવામાં આવ્યા હતા. 60 કિલો વાસી ખાજલીનો નાશ કરાયો તપાસ દરમિયાન બહુચરાજી સ્વીટ નમકીનમાંથી એક્સપાયરી વગરની અને ખોરી થઈ ગયેલી 60 કિલો ખાજલીનો સ્થળ પર જ નાશ કરી ₹1,000 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત સારાઝા રેસ્ટોરન્ટ અને યુવરાજ કેટરિંગ સહિત પેરેન્ટ્સ, શિવ બોયઝ, માધવ પીજી, જય રેસિડેન્સી અને શ્રીજી ગર્લ્સ હોસ્ટેલ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલય અને કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ સહિતના એકમોને રસોડામાં ગંદકી જણાતાં સ્વચ્છતા રાખવા કડક નોટિસ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ:કુપોષણમુક્ત પાટણ અને પોષણ જાગૃતિ માટે 66 આંગણવાડી કાર્યકર્તાઓએ ભાગ લીધો
    Next Article
    જામનગરમાં કૃષ્ણભક્તિમાં રાજ્યમંત્રી રિવાબા ઝૂમી ઉઠ્યાં:જેન-ઝી સાથે ભજનોના સથવારે પહેલીવાર નૃત્ય અને ગાયન કર્યુ, યુવાઓ સાથે સેલ્ફી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment