Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCIની 95મી AGMમાં વડોદરાનું પ્રતિનિધિત્વ:BCA પ્રમુખ પ્રણવ અમીન રહ્યા ઉપસ્થિત, ફેબ્રુઆરી 2027ની ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની મેગા ટૂર્નામેન્ટોની યજમાની કરશે વડોદરા

    9 hours ago

    ભારતીય ક્રિકેટ જગતમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની સતત વધી રહેલી શાખ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCI હેડક્વાર્ટર ખાતે યોજાયેલી 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં BCA પ્રમુખ પ્રણવ અમીને સંગઠનનું નેતૃત્વ કર્યું હતું. આ મહત્વપૂર્ણ સભામાં સ્થાનિક ક્રિકેટનું નવું માળખું, આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો, નાણાકીય આયોજન અને સુશાસન સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મહિલા સીરીઝ અને અન્ડર-19 મેચોનું આયોજન થશે આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે સંસ્કારી નગરી વડોદરા વૈશ્વિક ક્રિકેટ ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી ઓક્ટોબર 2026 થી નવા BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી રમાશે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ તરત જ ભારત અન્ડર-19 અને ઇંગ્લેન્ડ અન્ડર-19 વચ્ચેની હાઈ-વોલ્ટેજ શ્રેણીનું આયોજન પણ વડોદરાની યજમાનીમાં યોજાનાર છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું યજમાન બનશે BCA સ્ટેડિયમ વડોદરા માટે સૌથી ગૌરવશાળી ક્ષણ એ છે કે ફેબ્રુઆરી 2027 માં યોજાનારી પ્રતિષ્ઠિત 'ICC ચેમ્પિયન્સ ટ્રોફી' માટે BCA સ્ટેડિયમને સત્તાવાર યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટ દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી વિશ્વવિખ્યાત ટીમો વડોદરાની ધરતી પર આમને-સામને ટકરાશે, જેનાથી સ્થાનિક પ્રવાસન અને રમતગમત ક્ષેત્રને મોટો વેગ મળશે. પ્રણવ અમીને BCCI નેતૃત્વ અને દિગ્ગજો સાથે કરી મુલાકાત AGM બાદ મીડિયા સાથે વાત કરતાં પ્રણવ અમીને જણાવ્યું હતું કે, BCCI માં BCA ને મળેલું માન-સન્માન એ સમગ્ર વહીવટી ટીમની મહેનત અને મજબૂત સંબંધોનું પરિણામ છે. તેમણે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સભા દરમિયાન તેમણે BCCI ના પ્રમુખ મિથુન મનહાસ અને સચિવ દેવજીત સૈકિયા સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી, પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ અને બેટ્સમેન સૌરભ તિવારી જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો પણ વિવિધ રાજ્ય એસોસિએશનોના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું:રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાતા 13 યુવકો ફસાયા, કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત,વિદ્યાર્થીઓ હવે ‘યોજના દૂત’ બનશે
    Next Article
    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ:કુપોષણમુક્ત પાટણ અને પોષણ જાગૃતિ માટે 66 આંગણવાડી કાર્યકર્તાઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment