Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લું મૂકાયું:વડોદરાના કીર્તિ મંદિર ખાતે ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનો આરંભ, ત્રિ-દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાજા સમરજીતસિંહે કર્યું

    3 days ago

    વડોદરા શહેરમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા એક સુંદર અને ભવ્ય વાર્ષિક ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સમરજીતસિંહના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે. ત્રણ દિવસ દરમિયાન હજારો લોકો પ્રદર્શનની મુલાકાત લેશે. 11 ફોટોગ્રાફરના 88 ફોટો પ્રદર્શનમાં ‘CLICK-13’ નામના શીર્ષક હેઠળના આ પ્રદર્શનમાં વડોદરાના જાણીતા વિવિધ 11 અનુભવી ફોટો જર્નાલિસ્ટ્સ ભાગ લઈ રહ્યા છે. આ તમામ કેમેરા આર્ટિસ્ટ્સ દ્વારા પોતાના કેમેરાના લેન્સમાંથી કંડારાયેલી અનેક ક્ષણોમાંથી પસંદગીની 88 જેટલી અદ્ભુત તસવીરોને પ્રદર્શન અર્થે મુકવામાં આવી છે. ફોટોગ્રાફી એ માત્ર કોઈ દ્રશ્ય કે તસવીર ખેંચવાની સામાન્ય કળા નથી, પરંતુ તે સમયની એક ખાસ ક્ષણને હંમેશ માટે સાચવી રાખતી એક સશક્ત અને જીવંત દૃશ્યભાષા છે. સમાજજીવનની ઘટનાઓ ઉજાગર ફોટો જર્નાલિસ્ટ્સ પોતાના કેમેરાના માધ્યમથી સમાજજીવનમાં બનતી વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વડોદરાના વિકાસકાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના સમય સાથે બદલાતા સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે કંડારે છે. આ તમામ તસવીરો માત્ર તે સમયની ઘટનાની સાક્ષી પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ એ સમયગાળાના એક જીવંત અને અધિકૃત દસ્તાવેજ તરીકે હિસ્ટોરિકલ કિંમત ધરાવે છે. દરેક તસવીરમાં દરેક ક્ષણનું મહત્વ આ પ્રદર્શન વડોદરાના સુપ્રસિદ્ધ કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવી રહ્યું છે. આ કલાત્મક પ્રદર્શનમાં આવનારા મુલાકાતીઓ અને કલાપ્રેમીઓને વિવિધ ક્ષેત્રોની અનોખી અને દુર્લભ તસવીરો નિહાળવાની તક મળશે. આ સાથે દરેક તસવીર પાછળ છુપાયેલી ખાસ ઘટના, તે ક્ષણનું મહત્વ અને ફોટોગ્રાફરની પોતાની આગવી દૃષ્ટિને નજીકથી સમજવાની એક અનોખી તક પ્રાપ્ત થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ આકર્ષક પ્રદર્શનમાં તમામ નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવ્યો છે. વડોદરાના તમામ ફોટોગ્રાફીપ્રેમીઓ, મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફોટો જર્નાલિસ્ટ્સની કલાત્મક સર્જનાત્મકતા અને તેમના પ્રશંસનીય કાર્યને પ્રોત્સાહિત કરે તેવો ભાવભર્યો અનુરોધ આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પેપર મિલમાં મહિલાની હત્યા આરોપી ઝડપાયો:નાણાંની લેતી-દેતીના મામલે હથોડાના ઘા ઝીંકી કરી હતી હત્યા
    Next Article
    વેસ્ટઝોનના વાવડીમાં મનપાની દુકાનો ખરીદવા પડાપડી!:લક્ષ્મણરાવ ઈનામદાર ટાઉનશિપની 9 દુકાન ટપોટપ વેચાઈ, દુકાન નંબર-1ના ₹ 55 લાખ; ધારણા કરતાં ₹1.25 કરોડ વધુ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment