Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટઝોનના વાવડીમાં મનપાની દુકાનો ખરીદવા પડાપડી!:લક્ષ્મણરાવ ઈનામદાર ટાઉનશિપની 9 દુકાન ટપોટપ વેચાઈ, દુકાન નંબર-1ના ₹ 55 લાખ; ધારણા કરતાં ₹1.25 કરોડ વધુ મળ્યા

    2 days ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા આજે 19 ઑગસ્ટે વેસ્ટઝોન વિસ્તારમાં વાવડીની લક્ષ્મણરાવ ઇનામદાર (વકિલ સાહેબ) ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 9 દુકાનની જાહેર હરાજી યોજવામાં આવી હતી. મનપાની આ મિલકતો ખરીદવા વેપારીઓ અને નાગરિકોમાં પડાપડી જોવા મળી હતી. આ હરાજી પ્રક્રિયા દરમિયાન તમામ 9 દુકાન ટપોટપ વેચાઈ ગઈ હતી. તંત્રની ધારણા અને ગણતરીઓ કરતાં પણ ખૂબ જ ઊંચી બોલીઓ બોલાતા મહાપાલિકાને અપસેટ કિંમત કરતાં ₹ 1.25 કરોડ વધુ મળ્યા છે. આ સફળ ઓક્શનના પરિણામે મનપાની તિજોરીમાં 4.24 કરોડની માતબર રકમ ઠલવાઈ છે. વાવડીમાં 9 દુકાનની એસ્ટેટ વિભાગે હરાજી કરી વાવડીમાં ટીપી સ્કીમ નંબર 15 હેઠળ નિર્માણ પામેલી આ ટાઉનશીપની 9 દુકાન માટે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ કાર્પેટ એરિયા મુજબ ₹21.10 લાખથી માંડીને ₹36.80 લાખ સુધીની અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી. તમામ દુકાનની કુલ અપસેટ કિંમત ₹2,99,40,000 રાખવામાં આવી હતી. આ હરાજીમાં ભાગ લેવા 33 બોલીદાતાઓએ રસ દાખવ્યો હતો. હરાજી શરૂ થતા જ ખાસ ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતો મેળવવા માટે બોલીદાતાઓ વચ્ચે તીવ્ર હરીફાઈ જામી હતી. જેના કારણે દરેક દુકાનના ભાવ અપેક્ષા કરતા ખૂબ જ ઊંચા બોલાયા હતા. દુકાન નંબર-1 55 લાખ રુપિયામાં વેચાઈ હરાજીમાં 42.210 ચોરસ મીટર (454.57 ચોરસ ફૂટ)નો એરિયા ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર-1 માટે સૌથી વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. ₹ 36.70 લાખની અપસેટ કિંમત ધરાવતી આ દુકાન ₹ 55 લાખમાં વેચાઈ હતી. આ જ રીતે દુકાન નંબર-2 ₹ 47 લાખ, દુકાન નંબર-3 ₹ 43.50 લાખ, દુકાન નંબર-4 ₹ 44.70 લાખ, દુકાન નંબર-5 ₹ 38.50 લાખ, દુકાન નંબર-6 ₹ 38.80 લાખ, દુકાન નંબર-7 ₹ 49.10 લાખ અને દુકાન નંબર-8 ₹ 50.70 લાખના ભાવે વેચાઈ હતી. જ્યારે હરાજીનું મુખ્ય કેન્દ્ર બનેલી દુકાન નંબર-9 સર્વોચ્ચ ₹ 56.60 લાખની બોલી સાથે વેચાઈ હતી. ઊંચી કિંમતે દુકાનો ખરીદવા વેપારીઓ જબરજસ્ત ઉત્સાહ આ તમામ દુકાનો માટે મનપા દ્વારા યોજવામાં હરાજીને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. વાવડી વિસ્તારમાં કોમર્શિયલ ગ્રોથ ઝડપથી વધી રહ્યો હોવાથી હરાજીમાં સામેલ વેપારીઓએ ઊંચી કિંમતે પણ મિલકતો ખરીદવામાં મોટો ઉત્સાહ દાખવ્યો હતો. વેપારીઓનાં આ ઉત્સાહને કારણે તમામ દુકાનોની મળી તંત્રને કુલ રૂ. 4.24 કરોડ જેટલી જંગી આવક થઈ હતી. આગામી સમયમાં મનપાની માલિકીનાં મોકાના પ્લોટની હરાજી પણ યોજવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લું મૂકાયું:વડોદરાના કીર્તિ મંદિર ખાતે ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનો આરંભ, ત્રિ-દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાજા સમરજીતસિંહે કર્યું
    Next Article
    1 Killed, 6 Injured As CNG Cylinder Explodes At Fuel Pump In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment