Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પેપર મિલમાં મહિલાની હત્યા આરોપી ઝડપાયો:નાણાંની લેતી-દેતીના મામલે હથોડાના ઘા ઝીંકી કરી હતી હત્યા

    3 days ago

    મોરબીના ભડિયાદ રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલમાં નાણાંની લેતી-દેતીના મામલે એક મહિલાની હથોડાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ ફરાર થયેલા આરોપીને મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ ભડિયાદ ગામના રફાડિયા રોડ પરની આધ્યાશક્તિ પેપર મિલના કારખાનામાં એટીબીના કૂવા પાસે આ હત્યાનો બનાવ બન્યો હતો. ફરિયાદીના બહેનની ડિલિવરી બાબતે અગાઉ આપવામાં આવેલા નાણાંની લેતી-દેતીને લઈને આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભુરાભાઈ બુધીયાભાઈ કટારા નામના શખ્સે મહિલાના માથામાં લોખંડના હથોડા વડે ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક સૂચના આપી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા, જે મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણપુર તાલુકાના પાડલવા ગામનો રહેવાસી છે, તે ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમ વિસ્તારમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને જેલહવાલે કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર હત્યા પ્રકરણમાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોર ખીજડીયામાં સ્ટ્રીટ લાઈટ નીચે 9 જુગારી ઝડપાયા:પોલીસે રૂ. 1.34 લાખ રોકડા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લું મૂકાયું:વડોદરાના કીર્તિ મંદિર ખાતે ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનો આરંભ, ત્રિ-દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાજા સમરજીતસિંહે કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment