Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોર ખીજડીયામાં સ્ટ્રીટ લાઈટ નીચે 9 જુગારી ઝડપાયા:પોલીસે રૂ. 1.34 લાખ રોકડા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

    3 days ago

    મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 1,34,200 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મોરબી તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર તરફ જતા કાચા રસ્તે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા, રફીકભાઈ નુરમામદભાઈ જામ, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજયભાઈ ચંદુભાઈ પરેસા અને ગોપાલભાઈ લખાભાઈ જાદવને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા નવ વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ રૂ. 1,34,200 રોકડા અને અન્ય જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ:57 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરાયો; લેબલ વગરના પનીરનો નમૂનો લેબોરેટરીમાં મોકલાયો
    Next Article
    મોરબી પેપર મિલમાં મહિલાની હત્યા આરોપી ઝડપાયો:નાણાંની લેતી-દેતીના મામલે હથોડાના ઘા ઝીંકી કરી હતી હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment