Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન નારાજ કે આપણે જવાબદાર!:57 દિવસમાંથી માત્ર 5 દિવસમાં અંતર્ધ્યાન થયા બાબા બર્ફાની, જાણો શું છે મુખ્ય કારણ

    10 hours ago

    પહેલાં 57 દિવસ, પછી 38 દિવસ, તેના પછી 28 દિવસ, પછી 7 દિવસ અને આ વર્ષે માત્ર 5 દિવસ…આ કોઈ પરીક્ષાનું કાઉન્ટડાઉન નથી, પરંતુ પવિત્ર બાબા બર્ફાનીના દર્શનના ઘટતા જતા દિવસોની ગણતરી છે. દર વર્ષે આ સમયગાળો ઓછો થઈ રહ્યો છે, તેણે ભક્તોના મનમાં એક ડર પેદા કરી દીધો છે કે ક્યાંક આગામી દિવસમાં ભગવાન દર્શન દેવાનું બંધ તો નહીં કરી દે ને? વધતા જતા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સીધી અને ગંભીર અસર હવે લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન અમરનાથ યાત્રા પર જોવા મળી રહી છે. હિમાલયના વિસ્તારોમાં સતત વધી રહેલા તાપમાનને કારણે આ વર્ષે પવિત્ર શિવલિંગ સમય કરતાં ઘણું વહેલું ઓગળી ગયું છે, જે પર્યાવરણવિદો માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. શિવલિંગ વહેલું ઓગળવા પાછળના મુખ્ય કારણો 1. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ: છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. હિમાલયના ગ્લેશિયર્સ પણ આનાથી અછૂતા નથી રહ્યા. ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન અપેક્ષા કરતાં વધુ નોંધાતા બરફ ઝડપથી પાણીમાં ફેરવાઈ રહ્યો છે. 2. માનવ પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ: યાત્રા દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુફા સુધી પહોંચે છે. હેલિકોપ્ટરની અવરજવર, વાહનોનો ધુમાડો અને માનવ શરીરની ગરમીના કારણે ગુફાની અંદરનું તાપમાન વધી જાય છે, જે બરફના શિવલિંગને સ્થિર રહેવા દેતું નથી. 3. હવામાનમાં અનિશ્ચિતતા: પહાડી વિસ્તારોમાં ઓછી બરફવર્ષા અને સમય પહેલાં શરૂ થઈ જતો ઉનાળો પણ શિવલિંગના વહેલા ઓગળવા માટે જવાબદાર માનવામાં આવે છે. યાત્રાના દિવસો ઘટાડવા પડી શકે છે? બાબા બરફાનીનું સ્વરૂપ વિલીન થઈ જતાં હવે આગામી સમયમાં અમરનાથ યાત્રાના દિવસોની સંખ્યા ઘટાડવા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે આ યાત્રા લગભગ 45થી 50 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલે છે. પરંતુ જો શિવલિંગ શરૂઆતના દિવસોમાં જ ઓગળી જાય, તો દૂર-દૂરથી આવતા ભક્તોને પવિત્ર શિવલિંગના દર્શન થઈ શકતા નથી. આ પરિસ્થિતિને જોતાં નિષ્ણાતો સૂચન કરી રહ્યા છે કે પર્યાવરણની રક્ષા અને ભક્તોની આસ્થા જાળવી રાખવા માટે ભવિષ્યમાં યાત્રાનો સમયગાળો ટૂંકો કરવામાં આવી શકે છે. ભક્તોમાં નિરાશા, છતાં આસ્થા અકબંધ જે શ્રદ્ધાળુઓ મોડા પહોંચ્યા છે અથવા જેમના રજિસ્ટ્રેશન પછીની તારીખોના છે, તેઓ ગુફા સુધી પહોંચી રહ્યા હોવા છતાં બાબા બરફાનીના પૂર્ણ સ્વરૂપના દર્શન ન મળતાં નિરાશ થયા છે. જોકે, તેમ છતાં પવિત્ર ગુફા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અકબંધ છે અને તે પવિત્ર સ્થાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. વૈજ્ઞાનિકોની ચેતવણી જો હિમાલયન ક્ષેત્રમાં પર્યાવરણ સંતુલન જાળવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા વર્ષોમાં આ પ્રકારની પ્રાકૃતિક અને ધાર્મિક ધરોહરો પર મોટું સંકટ આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટિઝન સાથે ઠગાઈ:એક્સિસ બેંકના કથિત સેલ્સ મેનેજરે સિનિયર સિટીઝન સાથે 5 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ
    Next Article
    ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની અંતિમયાત્રા નીકળી:ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતાં આખેઆખું ગામ હિબકે ચડ્યું; એકના એક દિકરાના મોતથી પરિવાર પડી ભાંગ્યો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment