Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરધરીમાં યુવક પર હુમલો કરનાર 5 આરોપી ઝડપાયા:માછીમારીના ઝઘડામાં કોઠંબા પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા, બજારમાં સરઘસ કાઢ્યું

    14 hours ago

    મહીસાગર જિલ્લાના વરધરી ગામે એક યુવક પર હુમલો કરવાના કેસમાં કોઠંબા પોલીસે પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. આ હુમલો માછીમારી બાબતે થયેલા ઝઘડાને કારણે થયો હતો. વરધરી ગામે જૈન જુબેરખાન પઠાણનો કેટલાક લોકો સાથે માછીમારી બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીની કાર રોકીને તેની સાથે ગાળાગાળી કરી હતી. ફરિયાદી ત્યાંથી કાર લઈને નીકળી ગયા, પરંતુ આરોપીઓએ તેમની કારનો પીછો કર્યો. ફરિયાદી વરધરી આઉટ પોસ્ટ પાસે પહોંચતા જ આરોપીઓએ તેમને ત્યાં રોકીને હુમલો કર્યો હોવાનો આરોપ છે. ટોળાએ લાકડીઓ વડે જૈન જુબેરખાન પઠાણને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં કુલ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને પકડી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં બસીર ખાન સિંધી, ઈમ્તિયાઝ ખાન સિંધી, તોહીદખાન સિંધી, યાસીન ખાન સિંધી અને નરજર મોહમ્મદ સિંધીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ કોઠંબા બજારમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓ પાસે હાથ જોડાવીને માફી પણ મંગાવવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી કાયદો હાથમાં લેનારાઓમાં કાયદાનો ડર ઉભો કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. હાલ કોઠંબા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ફરિયાદમાં નામજોગ અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘વંદેમાતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા પર ખાસ કાર્યક્રમ યોજાયો:સોમનાથમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ અને શ્રી સરસ્વતી વિદ્યાલયે રાષ્ટ્રગાન, પ્રેરક વક્તવ્ય અને વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ કરી
    Next Article
    ધ્રોલ હાઈવે પરથી 1 લાખનો ગાંજો ઝડપાયો:પોરબંદરના બે શખ્સોની ધરપકડ, વાહન સહિત રૂ. 4.34 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment