Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલવાચમાં ફાર્મર-સાયન્ટિસ્ટ તાલીમ યોજાઈ:190 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આંબાની માવજત અંગે માર્ગદર્શન

    9 hours ago

    વલસાડ જિલ્લાના વેલવાચ ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા બે દિવસીય ફાર્મર-સાયન્ટિસ્ટ ઇન્ટરેકશન તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં કુલ ૧૯૦ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ડાંગર પાકમાં પ્રાકૃતિક ખેતી, આંબાની માવજત અને પ્રુનિંગ, બાગાયતી યોજનાઓ, કિચન ગાર્ડન તેમજ દેશી ગાયના ફાયદા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત શશીકાંતભાઈએ જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ આપી હતી. શિવાનીબેન ગઢવી સહિતના નિષ્ણાતોએ દેશી ગાયના નિભાવ ખર્ચ, મોડલ ફાર્મ અને ખેડૂત નોંધણી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ તાલીમના અંતે ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પતિના પ્રેમિકા સાથેના ફોટો જોતા જ પત્ની વિફરી:ઓફિસના બહાને બે દિવસ ફરવા ગયો'તો, બે વર્ષ પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા દંપતીના જીવનમાં તોફાન મચ્યું
    Next Article
    હાઈકોર્ટના વકીલના ઘરેથી 5 લાખ રોકડની ચોરી:પરિવાર ઘર લોક કરી બહાર ગયો હતો, નકૂચો તૂટેલો અને તિજોરીનું લોક ખુલ્લી હાલતમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment