Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પ્રેમિકા સાથેના ફોટો જોતા જ પત્ની વિફરી:ઓફિસના બહાને બે દિવસ ફરવા ગયો'તો, બે વર્ષ પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા દંપતીના જીવનમાં તોફાન મચ્યું

    10 hours ago

    મહેસાણા નજીક આવેલા એક ગામે બે વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલી એક મહિલાને પોતાના પતિના ગામની જ પૂર્વ પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકા ઉપજી હતી. પતિ અવારનવાર ગામના એક નિર્ધારિત રસ્તેથી પસાર થતો હતો અને ઘરકામ કે પત્ની પર ધ્યાન આપવાને બદલે સતત મોબાઈલમાં ચેટિંગમાં વ્યસ્ત રહેતો હતો. વર્તનમાં આવેલા આ ફેરફારથી શંકા ઘેરી બનતાં પત્નીએ પતિનો પીછો કરીને તેનો મોબાઈલ ફોન તપાસ્યો હતો, જેમાં પતિ તેની પૂર્વ પ્રેમિકાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. મામલો ગંભી બનતા મહિલા હેલ્પલાઈનની મદદ લેવી પડી શરૂઆતમાં પતિએ આ સંબંધોનો ઈનકાર કર્યો હતો. જોકે, ઓફિસના કામે બહાર જવાનું કહીને પતિ પૂર્વ પ્રેમિકા સાથે બે દિવસ ફરવા ગયો હોવાના ફોટોગ્રાફ્સ મોબાઈલમાંથી મળી આવતાં સત્ય સામે આવી ગયું હતું. આ બાબતે પત્નીએ વિરોધ દર્શાવ્યો ત્યારે પણ પતિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન થતાં મામલો વણસ્યો હતો. પરિણામે, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પીડિત પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. પતિને ભૂલ સમજાતા મોબાઈલમાંથી પ્રેમિકાના નંબર અને ફોટો ડિલિટ કર્યા કોલ મળતાં જ 181 અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને પક્ષોની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી. અભયમની ટીમે પતિનું ગહન કાઉન્સેલિંગ કરતાં તેને પોતાની ગંભીર ભૂલનો અહેસાસ થયો હતો. ત્યારબાદ ટીમની હાજરીમાં જ પતિએ મોબાઈલમાંથી પૂર્વ પ્રેમિકાનો નંબર અને તમામ ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા હતા. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય અને દંપતીનું લગ્નજીવન સુમેળભર્યું બની રહે તે માટે પરિવારજનોની હાજરીમાં જરૂરી ખાતરી અને બાંહેધરી લેવડાવવામાં આવી હતી. આમ, 181 અભયમના સમયસરના હસ્તક્ષેપને કારણે ગૃહિણીનું લગ્નજીવન ભાંગતું અટકી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    અબ્રામામાં 'નશામુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાન યોજાયું:વિદ્યાર્થીઓએ નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવી
    Next Article
    વેલવાચમાં ફાર્મર-સાયન્ટિસ્ટ તાલીમ યોજાઈ:190 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આંબાની માવજત અંગે માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment