Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબ્રામામાં 'નશામુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાન યોજાયું:વિદ્યાર્થીઓએ નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવી

    12 hours ago

    વલસાડના અબ્રામા સ્થિત BAPS વિદ્યા મંદિરમાં MY ભારત વલસાડ દ્વારા 'નશામુક્ત યુવા–વિકસિત ભારત' અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને 'નશાને ના, જીવનને હા'નો સંદેશ આપી નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વક્તૃત્વ, લોકગીત, નુક્કડ નાટક અને નૃત્ય જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નશાના દુષ્પ્રભાવો અંગે સમાજમાં જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે પ્રોબેશનરી IAS પિયુષ ઘટાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતે નશામુક્ત રહેવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજને પણ નશાથી દૂર રાખવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી હોનારત: પ્રદીપભાઈ વાળાએ 47 વર્ષ જૂની યાદો તાજી કરી:કહ્યું- નરેન્દ્ર મોદી એક મહિના સુધી મોરબીની સફાઈ કામગીરીમાં રોકાયા હતા
    Next Article
    પતિના પ્રેમિકા સાથેના ફોટો જોતા જ પત્ની વિફરી:ઓફિસના બહાને બે દિવસ ફરવા ગયો'તો, બે વર્ષ પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા દંપતીના જીવનમાં તોફાન મચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment