Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરમનપ્રીતની કેપ્ટનશીપમાં 47 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયો:પહેલીવાર વર્લ્ડ કપ જીતાડ્યો, એશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો; લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

    19 hours ago

    હરમનપ્રીત કૌરે મંગળવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી. તેની કેપ્ટનશીપમાં ભારતે 2025 મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને 47 વર્ષનો ટાઇટલનો દુષ્કાળ સમાપ્ત કર્યો. હરમનપ્રીત ભારતને મહિલા વર્લ્ડ કપ જીતાડનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની. આ ઉપરાંત, તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો. ટેસ્ટ ક્રિકેટમાં પણ હરમનપ્રીતે ભારતને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત અપાવી. સ્ટોરીમાં હરમનપ્રીતની ટોપ-5 સિદ્ધિઓ… 1. વર્લ્ડ કપ જીતાડનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ભારતે 2025 મહિલા વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. 2 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર મહિલા વન-ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ સાથે જ હરમનપ્રીત ભારતને મહિલા વર્લ્ડ કપ જીતાડનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની. ભારતીય ટીમ 1978થી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી હતી. 2. એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ, કોમનવેલ્થમાં સિલ્વર હરમનપ્રીતે ભારતીય મહિલા ટીમને 2022 અને 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો. આ ઉપરાંત 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સિલ્વર મેળવ્યો. ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 9 રને હાર મળી હતી. 3. ઓસ્ટ્રેલિયા સામે 170 રનની ઐતિહાસિક ઇનિંગ્સ કેપ્ટનશીપથી અલગ હરમનપ્રીતની સૌથી યાદગાર ઇનિંગ્સમાં 2017 વન-ડે વર્લ્ડ કપ સેમિફાઇનલની ઇનિંગ્સ સામેલ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 170 રન બનાવ્યા હતા. આ વન-ડે વર્લ્ડ કપમાં કોઈ ભારતીય મહિલા બેટરની સૌથી મોટી ઇનિંગ્સ છે. જોકે, ભારત તરફથી વન-ડેમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સના મામલે તે બીજા ક્રમે છે, કારણ કે દીપ્તિ શર્માએ 188 રન બનાવ્યા છે. 4. લોર્ડ્સમાં ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ભારતે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં 270 રનથી હરાવ્યું. આ જીત સાથે હરમનપ્રીત લોર્ડ્સમાં ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની. 5. ઓસ્ટ્રેલિયા સામે પણ ટેસ્ટ જીતનો ઇતિહાસ 2023માં હરમનપ્રીતની આગેવાનીમાં ભારતે વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ જીત મેળવનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમાઈ છે. તેમાં ઓસ્ટ્રેલિયાએ 5 અને ભારતે 1 મેચ જીતી છે. 6 મુકાબલા ડ્રો રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં હાટકેશ્વર મહાદેવનો ગંગાજળથી જળાભિષેક:વારાણસીથી વડનગરની ભવ્ય ‘સેવા યાત્રા’નું આજે સમાપન, 500 બાઈકર્સ કાશીથી પરત ફર્યાં
    Next Article
    IMC-2026માં આ વખતે એડવાન્સ રોબોટ્સ જોવા મળશે:સેટેલાઇટ ઇન્ટરનેટ, AI અને 6G પર ફોકસ રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment