Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં હાટકેશ્વર મહાદેવનો ગંગાજળથી જળાભિષેક:વારાણસીથી વડનગરની ભવ્ય ‘સેવા યાત્રા’નું આજે સમાપન, 500 બાઈકર્સ કાશીથી પરત ફર્યાં

    20 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે પ્રારંભ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ આજે ઉત્સાહભેર સંપન્ન થઈ છે. વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસીથી તેમના જન્મસ્થળ વડનગર સુધી યોજાયેલી આ વિશેષ યાત્રામાં પધારેલા આશરે 500 જેટલા યુવા બાઈકર્સ દ્વારા વડનગરના ઐતિહાસિક અને પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર ગંગાજળ વડે વિશેષ જળાભિષેક તેમજ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે વડનગરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો. કાશીથી ગંગાજળ લઈને બાઈકર્સ વડનગર પહોંચ્યા હતા કાશીથી રવાના થયેલા આ બાઈકર્સ પોતાની સાથે ગંગા મૈયાનું પવિત્ર જળ લઈને વડનગર પહોંચ્યા હતા. પ્રાચીન હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત વિધિ-વિધાન સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કરીને લોકકલ્યાણ તથા રાષ્ટ્રની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરવામાં આવી હતી. આ જળાભિષેક અને આરાધના દ્વારા કાશી અને વડનગર વચ્ચેના આત્મિય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે. વડનગરમાં ગૌરવપૂર્ણ અને ભક્તિસભર વાતાવરણ ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલી આ યાત્રા માત્ર એક પ્રવાસ પૂરતી મર્યાદિત ન રહેતા શ્રદ્ધા, સમર્પણ અને સેવા ભાવનાનું પ્રતીક બની રહી છે. સમગ્ર આયોજન દરમિયાન યુવા બાઈકર્સમાં અભૂતપૂર્વ શિસ્ત અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે હાથ ધરાયેલા વિવિધ સેવાકીય કાર્યોની શ્રેણીમાં આ સેવા યાત્રા એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે, જેણે સમગ્ર વડનગર પંથકમાં ગૌરવપૂર્ણ અને ભક્તિસભર વાતાવરણ ઊભું કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    લોન લેવી મોંઘી થઈ શકે, EMI પણ વધશે:4 વર્ષમાં પહેલી વાર રેપો રેટ વધી શકે છે, RBI ગવર્નર આજે વ્યાજ દરોની જાહેરાત કરશે
    Next Article
    હરમનપ્રીતની કેપ્ટનશીપમાં 47 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયો:પહેલીવાર વર્લ્ડ કપ જીતાડ્યો, એશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો; લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment