Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરશુરામ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી:ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની નીકળશે શોભાયાત્રા, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે

    4 days ago

    પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભક્તિમય માહોલમાં નીકળશે વિશાળ મહાશોભાયાત્રા જેમાં 2500 થી વધુ યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આગામી તારીખ 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ભાવનગરની ઘરતી પર એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમર્પિત આ યાત્રા શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે નીકળશે. યાત્રાનો પ્રારંભ અને રૂટ ભક્તિ અને શક્તિના આ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે 8 કલાકે સદગુરુ આશ્રમથી મંત્રોચ્ચાર સાથે સંતશ્રીઓ, રાજકીય, સામાજિક મુરબ્બીઓની વિશેષ ઉપસ્થિતિમાં થશે. આ શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગો પર ભ્રમણ કરી બપોરે 12.30 કલાકે શિવકુંજ આશ્રમ, અધેવાડા ખાતે વિરામ લેશે. ત્યાં ધર્મ સભા થશે ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આકર્ષણના કેન્દ્રો આ શોભાયાત્રામાં આશરે 2500 જેટલા ઉત્સાહી બ્રહ્મ યુવાનો પારંપરિક ડ્રેસ કોડ અને ડીજેના તાલે જોડાશે. યાત્રાની શોભા વધારવા માટે સંતશ્રીનો રથ અગ્રેસર રહેશે. આ સાથે જ નવદુર્ગાઓના સ્વરૂપે બાળાઓ અને શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલતો યજ્ઞ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન પરશુરામ દાદાની વિશાળ 'ફરસી' સાથેનો ભવ્ય રથ ભક્તો માટે દર્શનનું મુખ્ય કેન્દ્ર રહેશે. સર્વધર્મ સમભાવનો સંદેશ આ આયોજનની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વિના તમામ સનાતન હિંદુ પરિવારો જોડાશે. મહિલા મંડળો, બ્રહ્મ અગ્રણીઓ, ટ્રેક્ટર, ફોર વ્હીલ અને ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડશે. માર્ગમાં ઠેર-ઠેર રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા અને પાણીના સ્ટોલ ઊભા કરી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આયોજકોની અપીલ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ આયોજક કમિટીના સભ્યો અને યુવા પાંખ રાત-દિવસ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજક કમિટી દ્વારા ભાવનગર જીલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને ભગવાન પરશુરામજીના દર્શનનો લાભ લેવા અને શોભાયાત્રામાં સહભાગી થઈ સનાતન સંસ્કૃતિના આ પર્વને ગૌરવવંતું બનાવવા નમ્ર અપીલ કરી છે.સવારે 7 કલાકે આખલોલ મહાદેવ પાસે રાજકોટ રોડ પર ફરસીનુ પુજન અને સાંજે 6.30 કલાકે પરશુરામ પાર્ક સુભાષનગરમાં સમુહમાં મહાઆરતી રાખેલ છે.
    Click here to Read More
    Previous Article
    RTE:આગામી 4 મેએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે
    Next Article
    એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટ:જિલ્લામાં ફરી બે દિવસ માવઠાની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment