Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટ:જિલ્લામાં ફરી બે દિવસ માવઠાની આગાહી

    4 days ago

    ગુજરાતમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાને ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે ત્યારે આવતી કાલ તા. 19 અને 20 એપ્રિલે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાનમાં આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આ અગાઉ ભાવનગરમાં આ એપ્રિલ માસમાં પ્રથમ સપ્તાહમાં બે માવઠા વરસી ગયા હતા. હવે ત્રીજા માવઠાની આગાહી આવતા ખેડૂતો સાવ નિરાશ થઇ ગયા છે. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. તા.19 એપ્રિલ અને 20 એપ્રિલ, શનિવાર અને રવિવાર, બે દિવસ દરમિયાન ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. અલનીનો અસરને કારણે દેશમાં તેમજ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયુ, એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટ પ્રતિકૂળ પરિસ્થિતિ અને માવઠાના માર વચ્ચે પણ કેરીના આગમનથી સ્વાદ શોખીનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. કેસર અને હાફૂસના ગઢ ગણાતા વલસાડ, ગીર, તાલાલા અને જેસરની કેરીઓની સુગંધ તો હવે દેશના સીમાડા વટાવી ગઈ છે. ત્યારે ભાવનગરની મધ્યમાં જ આવેલ એક આંબા પર નજાકતથી બેસેલી કેરી લોકોના જઠરાગ્નિને ઉશ્કેરી રહેલી દ્રશ્યમાન થાય છે. હવે તા.19 અને 20 એપ્રિલે માવઠાની આગાહી છે ત્યારે આ આંબા અને કેરીઓને તેનો ડર છે. બપોરે તાપમાન સામાન્યથી 1 ડિગ્રી વધુ નોંધાયુ ભાવનગર શહેરમાં આજે બપોરે તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે આ સમયગાળામાં હોવું જોઇએ તે સામાન્ય તાપમાનથી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી હતુ જે સામાન્યથી 0.7 ડિગ્રી વધુ અને અમદાવાદના લઘુત્તમ ઉષ્ણતામાન 26.0 ડિગ્રી પછી રાજ્યમાં બીજા નંબરે નોંધાયુ હતુ.
    Click here to Read More
    Previous Article
    પરશુરામ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી:ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની નીકળશે શોભાયાત્રા, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે
    Next Article
    સાઇબર ઠગો ઝડપાયા:ડિસ્ટ્રીક્ટ બેન્ક સાથે ઠગાઈમાં મુંબઈના માસ્ટર માઇન્ડ, અમદાવાદની મહિલા સહિત 4 જબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment