Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો

    1 week ago

    રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનું જાહેરનામું જિલ્લા શિક્ષણાધિકારી પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પરિવારના બાળકો આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા હોય છે. ચાલુ વર્ષે આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત મોડી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જયારે ગત વર્ષે માર્ચ મહિનામાં જ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. 2025-26ની રાઇટ ટુ એજ્યુકેશન એકટની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે 4 એપ્રિલ થી 17 એપ્રિલ 13 દિવસ પ્રક્રિયા કરાશે. ચાલુ વર્ષે શહેરની 338 સ્કૂલોમાં 4400 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, ગત વર્ષની તુલનામાં માત્ર 400 બેઠકોનો ઘટાડો નોંધાયો છે. ભાસ્કર નોલેજ કયા દસ્તાવેજો આપવા પડશે ગત વર્ષ આંકડાઓ
    Click here to Read More
    Previous Article
    ગર્વની વાત:નેશનલ ફેસ્ટ માટે ઓપરેશન સિંદૂર વિશે વડોદરાની શોર્ટ ફિલ્મ પસંદ થઇ
    Next Article
    પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment