Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો

    1 week ago

    તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભોજન યોગ્ય નથી, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા છે અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ છે. રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારા થતા નથી. રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવા જતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે તેવો જવાબ મળ્યાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓના હંગામાના પગલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ છાત્રાલય ખાતે પહોંચી ગયા હતા અને રસોડામાં જઇને ભોજનની ગુણવત્તા જોઇ ચોકીં ઉઠયા હતા. પાણી વાળી કઢી કાચો ભાત જોઇને તેમણે કર્મચારીઓને ટકોર કરી હતી. તાત્કાલિક અસરથી તેમણે મોડી રાત્રે વિદ્યાર્થીઓ માટે રોટલી અને શાક બનાવડાવ્યું હતું. હોસ્ટેલમાં માત્ર બે જ કર્મચારીઓ હતા જેમાં પણ 24 કલાક સુધી એક માત્ર વોર્ડન તરીકે કોન્ટ્રાકટર કામ કરતો હતો. અન્ય એક કર્મચારી પણ ત્યાં ફરજ બજાવતો હતો તે વોચમેન સહિતની અન્ય કામગીરી કરતો હતો. માત્ર બે જ કર્મચારીઓના ભરોસે સમગ્ર હોસ્ટેલ ચાલી રહી હતી. કોઇ પણ અધિકારીઓ ત્યાં શું પરિસ્થિતિ છે તે જોવા આવતા ના હોવાનું પણ બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મેસનો ઇજારો લઇ સબ કોન્ટ્રાક્ટરને આપી દીધો તરસાલી વિસ્તારમાં આવેલી રવિશંકર કુમાર છાત્રાલયમાં જે મેસ ચાલી રહી છે તે સબ કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય ગુણવત્તાવાળું ભોજન ન બનાવાતું હોવાના આક્ષેપો બાદ માજી મેયરે હોસ્ટેલની મુલાકાત કરી હતી. મેસનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેણે કોઇ બીજાને કોન્ટ્રાક્ટ આપી દિધો હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મંત્રી મનીષાબેનને રજૂઆત કરીશું સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની લાપરવાહીને પગલે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. ગાદલાં અને ઓશીકા રૂમોમાં બંધ હતા જે પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ના હતા. જેને રૂમ ખોલાવીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. મંત્રી મનીષાબેન વકીલને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે. > નિલેશ રાઠોડ, પૂર્વ મેયર
    Click here to Read More
    Previous Article
    RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો
    Next Article
    શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું:રાત્રે કચરો ફેંકનારા સામે પાલિકાની લાલ આંખ,26 દિવસમાં 24.88 લાખનો દંડ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment