Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું:રાત્રે કચરો ફેંકનારા સામે પાલિકાની લાલ આંખ,26 દિવસમાં 24.88 લાખનો દંડ કરાયો

    6 days ago

    શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં વન વોર્ડ વન રોડ અંતર્ગત પાલિકાના સેનેટરી અને એસ્ટેટ વિભાગ દ્વારા 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ પાસેથી ₹9.30 લાખ અને રાત્રી ચેકિંગ દરમિયાન ₹9.47 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી ₹3.19 લાખનો દંડ વસૂલાયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભીના અને સૂકા કચરાને અલગ કરી ‘સ્વચ્છ વડોદરા’ના લક્ષ્યમાં સહભાગી બને. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ અમલીકરણ વધુ કડક પાલિકા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રોજ એક વૉર્ડના એક રોડની સફાઇ કરી રહી છે. તંત્રે જાન્યુઆરી-2026માં ₹34.61 લાખનો દંડ ફટકર્યો છે. જ્યારે ફેબ્રુઆરીમાં ₹31.02 લાખનો દંડ વસૂલ્યો હતો. પાલિકાએ પંચશીલ ફ્લેટ પાસે 7 ઓટલા, 6 શેડના દબાણ દૂર કર્યા હતા. પંચમુખી હનુમાનજીથી આરાધના, કોઠી ચાર રસ્તા સુધીમાં 1 ટ્રક સામાન જપ્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો
    Next Article
    કરંટથી મોત:ચાલુ કૂલરને અડતાં કરંટ લાગ્યો, એરફોર્સ અધિકારીનાં પત્નીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment