Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલારિસ પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી:RTEના બાળકોની પોર્ટલ પર એન્ટ્રી ન કરતા 3 હજારની સહાય અટકી, DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો

    1 day ago

    સોલા રોડ પર આવેલી સોલિરીસ પબ્લિક સ્કૂલની ગંભીર લાપરવાહી સામે આવી છે. શાળા સંચાલકો દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોના ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા નહતા. શાળા સંચાલકોની આ વહીવટી ભૂલના કારણે ચાલુ વર્ષે વિદ્યાર્થીને સરકાર તરફથી મળવાપાત્ર વાર્ષિક 3 હજાર રૂપિયાની સહાય જમા થઈ નહતી. રાજ્યમાં તમામને સહાય ચૂકવાઇ ગઈ હોવા છતાં પોતાના બાળકને તે ન મળતા વાલીએ સીએમ જન સંવાદમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે શાળાને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દંડ દંડ ફટકારવામાં આવ્યો છે. શાળાને બેદરકારી બદલ 10 હજારનો દંડ ફટકાર્યો ચાલુ વર્ષે 80 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને RTE સહાય 3 હજાર રૂપિયા ચૂકવવામાં આવેલ છે. પરંતુ સોલારિસ સ્કૂલના વિદ્યાર્થીને તે સહાય ન મળી હોવાથી વાલીએ ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી. શાળા દ્વારા બાળકોની એન્ટ્રી RTE DBMS પોર્ટલ પર કરેલ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી ચાલુ વર્ષે RTE ના કોઈ વિદ્યાર્થીને 3 હજાર રૂપિયા સહાય મળી શકી નથી. શાળાની ગંભીર બેદરકારી સામે આવતા DEO દ્વારા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ તમામ વિદ્યાર્થીની એન્ટ્રી પોર્ટલ પર તાત્કાલિક કરી દેવા માટે શાળાને આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ફાફડા-જલેબીની દુકાનોમાં AMCના ફૂડ વિભાગની તપાસ:તેલનું TPC ઉંચુ આવતા વસ્ત્રાપુર ગાંઠિયાની દુકાન સીલ, 15 એકમમાંથી સેમ્પલ લેવાયા
    Next Article
    રાજકોટમાં NSUIની પદયાત્રા:જ્ઞાનેશકુમારના રાજીનામા અને 13 કરોડ મતદારોના નામ પુનઃ ઉમેરવાની માંગ, જ્ઞાનેશકુમાર હટાવો અને દેશ બચાવોના સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment