Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં NSUIની પદયાત્રા:જ્ઞાનેશકુમારના રાજીનામા અને 13 કરોડ મતદારોના નામ પુનઃ ઉમેરવાની માંગ, જ્ઞાનેશકુમાર હટાવો અને દેશ બચાવોના સૂત્રોચ્ચાર

    1 day ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા એસઆર (SIR) ના નામે 13 કરોડ મતદારોના નામ કમી કરવાના આક્ષેપોને લઈને રાજકોટ ખાતે એનએસયુઆઈ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજથી જિલ્લા પંચાયત ચોક સુધી નીકળેલી આ પદયાત્રામાં કાર્યકરોએ જ્ઞાનેશકુમાર હટાવો અને દેશ બચાવોના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થા દ્વારા સત્તાધારી પક્ષના ઇશારે કામ થઈ રહ્યું છે અને કરોડો મતદારોના નામ યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. આ પદયાત્રાના માધ્યમથી મુખ્ય ચૂંટણી કમિશનર ત્વરિત રાજીનામું આપે અને રદ કરાયેલા 13 કરોડ મતદારોના નામ ફરીથી મતદાર યાદીમાં ઉમેરીને લોકશાહીનું રક્ષણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. નવરાત્રીના દિવસોમાં મેલેરીયા, ડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો એક સાથે ઉછળ્યા રાજકોટમાં નવરાત્રી દરમિયાન મેલેરીયા, ડેંગ્યુ, ટાઇફોઇડ અને કમળાના રોગચાળાએ માઝા મૂકી છે. બહારની ખાણીપીણી અને ડબલ ઋતુના કારણે લોકો મોટા પ્રમાણમાં બિમાર પડી રહ્યા છે. આરોગ્ય વિભાગના રીપોર્ટ મુજબ, 12-10થી 18-10 દરમિયાન મેલેરીયાના 2, ડેંગ્યુના 3, ટાઇફોઇડના 2 અને કમળાનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત સિઝનલ શરદી-ઉધરસના 940, સામાન્ય તાવના 830 અને ઝાડા-ઉલ્ટીના 188 કેસ સાથે 1966 દર્દીઓ નોંધાયા છે. રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્યતંત્ર દ્વારા 1,04,260 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 640 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તેમજ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચકાસણી કરી પુષ્કળ મચ્છર ઉપદ્રવ બદલ કુલ 379 આસામીઓને નોટીસ આપવામાં આવી છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિવારણ માટે લોકદરબારનું આયોજન રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે આગામી તા. 21 ને બુધવારે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન શિક્ષકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સને 1966 થી અસ્તિત્વમાં આવેલી આ સમિતિ અંતર્ગત હાલ 93 ગુજરાતી અને 3 અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે, જેમાં 1100 થી વધુ શિક્ષકો, 800 થી વધુ પેન્શનરો અને વહીવટી કર્મચારીઓનો વિશાળ પરિવાર છે. કર્મચારીઓ તરફથી રહેમરાહે નાણાકીય ઉચ્ચક સહાય, રજાનું રોકડમાં રૂપાંતર અને ઉચ્ચતર પગાર ધોરણ જેવા સેવાકીય લાભો અંગેના પ્રશ્નોની રજૂઆતો વારંવાર મળતી હોય છે. કર્મચારીઓના હિતાર્થે અને તેમના પ્રશ્નોનું વત્વરિત નિરાકરણ લાવવા માટે સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત અને શાસનાધિકારી રમેશભાઈ જેઠવા દ્વારા વિશેષ લોકદરબારનું આયોજન કરાયું છે. રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીએ ખુલ્લો મૂકેલો પાર્ટી પ્લોટ શરૂ ન થયો! રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ પર રંગોલી પાર્ક સામે 2 કરોડના ખર્ચે નિર્મિત સૌપ્રથમ પાર્ટી પ્લોટનું બે મહિના પૂર્વે મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, હજુ સુધી આ પ્લોટ લોકો માટે શરૂ થઈ શક્યો નથી. અત્યાર સુધી વીજ જોડાણ મળ્યું ન હતું, જે હવે માંડ મેળવાયું છે. બીજી તરફ, પ્લોટના ભાડા, ડિપોઝિટ અને બુકીંગ અંગેની નીતિ નક્કી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થવાની બાકી છે. ડિસેમ્બરમાં લગ્નગાળો શરૂ થવાનો હોવાથી મનપાના અન્ય હોલ ફુલ થઈ ગયા છે, ત્યારે આ પ્લોટ વહેલી તકે ખુલ્લો મૂકવો અનિવાર્ય છે. વધુમાં, વોર્ડ નં. 2 માં HCG હોસ્પિટલ રોડ પર પણ નવા પાર્ટી પ્લોટનું કામ પૂર્ણ થઈ ગયું છે. શાસકો બંને પ્લોટના ભાડા વાજબી રાખીને ત્વરિત બુકીંગ શરૂ કરે તેવી લોકોમાં ભારે માંગ ઉઠી છે. રાજકોટનાં તમામ 18 વોર્ડની 585 ટિપરવાનમાં સિંગર શાનનું સ્વચ્છતા ગીત ગુંજતું થયું રાજકોટને દેશનું સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બોલિવૂડના ખ્યાતનામ સિંગર શાનના કંઠે રેકોર્ડ કરાયેલું 3 મિનિટનું વિશેષ સ્વચ્છતા ગીત તૈયાર કરવામાં આવ્યું છે. મનપાની સામાન્ય સભામાં સત્તાવાર રીતે રજૂ કરાયા બાદ, આજથી શહેરના તમામ 18 વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી 585 ટીપરવાનમાં આ નવું ગીત શરૂ કરી દેવામાં આવ્યું છે. ટીપરવાનમાં વાગતું જૂનું ગીત હટાવીને પ્રભાવશાળી ગીત મૂકવાથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચી રહ્યો છે. પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા મુજબ, આગામી દિવાળીનાં તહેવારની ખરીદીને ધ્યાનમાં રાખીને શહેરના ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ સહિતની મુખ્ય બજારો, સિટી બસ અને BRTS બસ તથા બસ સ્ટેન્ડોમાં પણ ગીત વગાડવાની વિચારણા ચાલી રહી છે, જેથી શહેરીજનોમાં જાગૃતિ વધે.
    Click here to Read More
    Previous Article
    સોલારિસ પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી:RTEના બાળકોની પોર્ટલ પર એન્ટ્રી ન કરતા 3 હજારની સહાય અટકી, DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો
    Next Article
    ચાર વર્ષથી ફરાર આરોપી મંદિરમાંથી ઝડપાયો:બળાત્કાર, ઠગાઈ અને બોગસ દસ્તાવેજોના ત્રણ-ત્રણ ગુનાઓમાં મોટેરાના કેતુલ પટેલ એલસીબીના સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment