Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાફડા-જલેબીની દુકાનોમાં AMCના ફૂડ વિભાગની તપાસ:તેલનું TPC ઉંચુ આવતા વસ્ત્રાપુર ગાંઠિયાની દુકાન સીલ, 15 એકમમાંથી સેમ્પલ લેવાયા

    1 day ago

    દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા ફાફડા-જલેબી સહિતના ખાદ્યપદાર્થોના વેચાણ કરતા એકમો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેરના 15 ખાદ્ય એકમોમાંથી ફાફડા, જલેબી, ચટણી, બેસન સહિતના ખાદ્યપદાર્થોના કુલ 24 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરતા એકમોને 10 નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 40 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. હવે તપાસમાં સામે આવતી ખામીઓના આધારે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી વસ્ત્રાપુર ગાંઠિયાની દુકાનમાં તેલનું TPC વધુ આવતા દુકાનને સીલ કરવામાં આવી છે. તેમજ ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જે દરમિયાન ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વસ્ત્રાપુરના ગાંઠિયા રથમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી ફાફડા અને જલેબીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેલની ગુણવત્તા તપાસતાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ 32 નોંધાયું હતું. જેથી 30 ઉપર TPC નોંધાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વસ્ત્રાપુરના ગાંઠિયા એકમને સીલ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર ગાંઠીયાના તેલનું ટીપીસી 32 નીકળ્યું ફાફડા તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તો તેની ગુણવત્તા પર અસર પડી શકે છે. ખાદ્ય તેલમાં TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ, જ્યારે તપાસ દરમિયાન તેનું પ્રમાણ 32 નોંધાયું હતું. જેથી તહેવારના સમયમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ વસ્ત્રાપુર ગાંઠિયા નામની દુકાનને સીલ કરવામાં આવી છે. AMC દ્વારા અન્ય વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. ફૂડ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાફડા અને જલેબીના નમૂનાઓ લઈને અત્યારે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ તેલનું TPC પણ ચેક કરવામાં આવી રહ્યું છે. TPC 25 સુધી હોય તો તે તેલ ખાવા લાયક હોય છે જ્યારે TPC 25થી વધુ જાય તો તે ખાવા લાયક હોતું નથી. તેમજ જો સેમ્પલમાં અનફિટ આવશે તો તેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે. TPC એટલે શું? રી-યુઝ્ડ તેલ કેમ ખતરનાક? ટીપીસી એટલે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (Total Polar Compounds). જ્યારે ખાવાનુ તેલ વારંવાર ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાં પોલર કમ્પાઉન્ડનું પ્રમાણ વધી જાય છે. FSSAI ના નિયમ મુજબ જો તેલમાં TPCનું પ્રમાણ 25% થી વધી જાય, તો તે તેલ માનવ શરીર માટે હાનિકારક અને ઝેરી બની જાય છે. તબીબોના મંતવ્ય અનુસાર આવું તેલ ખાવાથી હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થાય છે. મનપાની ટીમે તપાસ દરમિયાન ટીપીસી 25થી વધુ જણાતાં 10 કિલો ખરાબ તેલનો સ્થળ પર નાશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    છારિયા ગામના તળાવમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત:સુતકના પ્રસંગમાં આવેલા યુવકનો પગ તળાવમાં લપસ્યો; ફાયર બ્રિગેડે 2 કલાકે મૃતદેહ બહાર કાઢ્યો
    Next Article
    સોલારિસ પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી:RTEના બાળકોની પોર્ટલ પર એન્ટ્રી ન કરતા 3 હજારની સહાય અટકી, DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment