Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કાકણપુર રામપુરા ગામે હડકાયા શ્વાનનો હુમલો:2 વર્ષની બાળકી અને વાછરડાને ગંભીર ઈજા

    18 hours ago

    ગોધરા તાલુકાના કાકણપુર રામપુરા ગામે એક હડકાયા શ્વાને બે વર્ષની બાળકી અને એક વાછરડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના સમયે, બે વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. અચાનક આવેલા શ્વાને તેના પર હુમલો કર્યો અને કાનના ભાગે ગંભીર બચકાં ભર્યા. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે. આ હુમલા પહેલા, તે જ હડકાયા શ્વાને ગામમાં એક વાછરડા પર પણ હુમલો કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો:ધુળેટી સમયે થયેલા ઝઘડાનો ખાર રાખી શિવાજી સર્કલ પાસે 3 શખસોએ મળી યુવક પર હુમલો કર્યો
    Next Article
    પરિણીતા પર 4 વર્ષથી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો:રાજકોટમાં ભાઈના પ્રેમલગ્નની માથાકૂટમાં યુવાનનું અપહરણ, ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment