Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં કાઉન્સિલરે સ્વખર્ચે ફોગિંગ મશીનની સેવા આપી:નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન થતાં વોર્ડ નં. 3ના લક્ષ્મણ સોલંકીએ સ્કૂલથી ફોગિંગ શરૂ કર્યું

    13 hours ago

    પ્રભાસ પાટણ શહેરમાં મચ્છરનો ત્રાસ વધતા ડેંગ્યુ-મલેરિયાની ફરિયાદો વધી હતી. આથી વોર્ડ નંબર 3ના કોંગ્રેસ કાઉન્સિલર લક્ષ્મણ રામાભાઈ સોલંકીએ પોતાના ખર્ચે ફોગિંગ મશીન અને દવા ખરીદી. તેમણે ફોગિંગનું કામ શરૂ કર્યું છે. કાઉન્સિલરે સૌથી પહેલા સ્કૂલથી ફોગિંગનું કામ શરૂ કર્યું. લક્ષ્મણ સોલંકીએ જણાવ્યું કે, પ્રભાસ પાટણના અલગ-અલગ વિસ્તારોમાંથી મચ્છરના ત્રાસ અંગે વારંવાર ફરિયાદો મળતી હતી. ખાસ કરીને ડેંગ્યુ અને મલેરિયા જેવા રોગો ફેલાવવાની ચિંતા લોકોમાં હતી. આ જોઈને તેમણે પોતાના ખર્ચે ફોગિંગ મશીન મંગાવી દવા સાથે કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. કાઉન્સિલરે કહ્યું કે, મચ્છર રોકવા માટે ફોગિંગ કરાવવાની જવાબદારી નગરપાલિકાની હોય છે. જોકે, વારંવાર રજૂઆતો અને ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી ન થઈ. આથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે જાતે આ કામ શરૂ કર્યું છે. હવે વોર્ડ નંબર 3ના અલગ-અલગ વિસ્તારોમાં એરિયા પ્રમાણે ફોગિંગ કરાશે. આ સમયે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને વિસ્તારના રહેવાસી હર્ષલ ઋષિએ જણાવ્યું કે, મચ્છરના કારણે લોકોને તાવ, ડેંગ્યુ અને ઝાડા-ઉલટી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓની વારંવાર ફરિયાદો મળતી હતી. ખાસ કરીને શાળામાં નાના બાળકો ભણતા હોવાથી સૌથી પહેલા સ્કૂલથી ફોગિંગનું કામ શરૂ કરાયું છે. હર્ષલ ઋષિએ કહ્યું કે, આવનારા દિવસોમાં વોર્ડના બીજા વિસ્તારોમાં પણ એરિયા પ્રમાણે ફોગિંગ કરાશે. કાઉન્સિલર લક્ષ્મણ સોલંકીએ પોતાના ખર્ચે મશીન અને દવા ખરીદી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કામ શરૂ કર્યું છે. સ્થાનિક સ્તરે શરૂ કરાયેલા આ કામથી મચ્છરના ત્રાસથી પરેશાન લોકોને રાહત મળવાની આશા છે. સાથે જ નગરપાલિકા પણ મચ્છર રોકવા અને લોકોના સ્વાસ્થ્ય માટે નિયમિત ફોગિંગ સહિતના કામ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    રાયગઢના વૈજનાથ મહાદેવને 40 કિલો કલરથી શણગાર:શ્રાવણ માસમાં યુવક મંડળ દ્વારા લાલ, લીલા, પીળા રંગોથી અનોખો શણગાર કરાયો
    Next Article
    પાટડીમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ:દેશના 51 કરોડ ગૌભક્તોના હસ્તાક્ષર સાથે પ્રાર્થના પત્ર અર્પણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment