Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:RTE પ્રવેશ માટે ડેડલાઇન પહેલાં ભાડા કરારના ટોકન નહીં મળતાં પરેશાની વધી

    10 hours ago

    RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ મહેસાણામાં ભાડાના મકાનમાં રહેતા વાલીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રજીસ્ટર્ડ ભાડા કરાર વગર ફોર્મ સબમિટ ન થઈ શકતાં અનેક પરિવારો હાલ મૂંઝવણમાં મુકાયા છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન સ્લોટ આગામી તા.18 સુધી સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. જ્યારે RTE ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા.17 એપ્રિલ છે. આ કારણે વાલીઓ સમયસર ભાડા કરાર નોંધણી કરી શકતા નથી અને બાળકોના પ્રવેશ માટેનું ફોર્મ પણ ભરવામાં અસમર્થ રહ્યા છે. ગરવી-2 પોર્ટલ પર મહેસાણા કચેરીના તા.8 થી 18 દરમિયાન ટોકન મેળવવાના પ્રયાસો છતાં, સિસ્ટમમાં સીધું તા.20થી જ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ દર્શાવે છે. એટલે કે, ફોર્મ ભરવાની મુદત પૂરી થયા પછી જ ટોકન મળી શકે તેવી સ્થિતિ છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દરરોજ અંદાજે 100 થી 114 ટોકન ફાળવાય છે. છેલ્લી તારીખ 17મી, 18 સુધી ટોકન મળતા નથી મહેસાણા શહેરના શક્તિધારા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ નાયીએ જણાવ્યું કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 છે, પણ ભાડા કરાર માટે 18મી સુધી ટોકન મળતા નથી. હવે ફોર્મ કેવી રીતે ભરવું તે સમજાતું નથી. ઘણા વાલીઓ અટવાયા છે. આ રીતે ઉકેલ થઇ શકે 1. RTE ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવે. 2. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોકન સ્લોટ વધારવામાં આવે. 3.નોટરી કરારને પણ માન્યતા આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    એપ્રિલમાં "ફૂલ' વરસાદ:મહેસાણાથી અરવલ્લી પટ્ટામાં 2 ઇંચ સુધી પડ્યો; મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર,‎બહુચરાજી, જોટાણામાં જોરદાર ઝાપટાં‎
    Next Article
    તસ્કરી:શંખલપુર મંદિરે ડૉક્ટરનો રૂ.3 લાખનો સોનાનો દોરો ચોરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment