Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ઓક્ટોબરમાં પણ ઉનાળા જેવો અહેસાસ: દિવસે 370 તાપમાન અને રાત્રે ભેજનું પ્રમાણ 79 ટકા સુધી પહોંચતાં ખેલૈયાઓ પરસેવે રેબઝેબ

    2 days ago

    સામાન્ય રીતે ઑક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન મોડી રાત્રે ઠંડા પવનોને કારણે ગરમીમાંથી રાહત મળતી હોય છે. જોકે, આ વર્ષે અમદાવાદમાં દિવસની ગરમીની સાથે રાત્રે પણ બફારાએ ગરબા રસિકોને પરેશાન કર્યા. 11થી 16 ઑક્ટોબર દરમિયાન રાત્રે તાપમાન 26થી 32 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. 16 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાત્રે 9 વાગ્યે પણ પારો 30.9 ડિગ્રી હતો. મધરાત બાદ ભેજનું પ્રમાણ 79 ટકા સુધી પહોંચતાં તાપમાન ઘટવા છતાં બફારાને કારણે ખેલૈયાઓ પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી મહત્તમ તાપમાન મોટાભાગે 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે. શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધીને 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2.4 ડિગ્રી વધીને 24.6 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ગરમ થયેલા રસ્તા અને ઇમારતો રાત્રે ગરમી છોડે છે. ભેજવાળા વાતાવરણમાં પરસેવો ધીમે સૂકાતો હોવાથી ઠંડક મળવામાં મુશ્કેલી પડે છે. ભાસ્કર એક્સપર્ટ - એ. ટી. દેસાઈ, હવામાન વિશેષજ્ઞ ભેજવાળા પવનો-બિલ્ડિંગોની ગરમીએ અકળાવ્યા અમદાવાદમાં રાત્રે ગરમી-બફારો અનુભવાવા પાછળ દિવસ દરમિયાન વધતું તાપમાન, હવામાં ભેજ અને જમીન-બિલ્ડિંગોમાંથી રાત્રે છૂટતી ગરમી મહત્ત્વનાં પરિબળો છે. અલ-નીનોની ઇફેક્ટથી સમુદ્રની સપાટીનું તાપમાન વધુ રહેતાં ઠંડા પવનોને બદલે ભેજવાળા પવનો ફૂંકાઇ રહ્યાં છે. જેથી 12 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યે 30 ડિગ્રી તાપમાન સામે ભેજ 45 ટકા હતો, જે મધરાતે તાપમાન 27 ડિગ્રી થતાં 70 ટકા થયો હતો. 16 ઑક્ટોબરે રાત્રે 2 વાગ્યે 27 ડિગ્રી તાપમાન છતાં ભેજ 79 ટકા નોંધાયો હતો. રાત્રે તાપમાન ઘટતાં અને ભેજ ઊંચો રહેતાં પરસેવાનું બાષ્પીભવન ધીમું પડે છે, જેના કારણે મધરાતે પણ બફારાનો અનુભવ થાય છે. 14-15 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે 32 ડિગ્રી તાપમાન
    Click here to Read More
    Previous Article
    આરોપી ગુજરાત બહારનો હોવાનું ખૂલ્યું:25થી વધુ ગરબાના નકલી પાસ સસ્તામાં વેચવાનું કૌભાંડ પકડાયું
    Next Article
    સીએમ જનસંવાદમાં ફરિયાદ બાદ તપાસમાં બેદરકારી સામે આવી, સ્કૂલને નોટિસ:સોલાની સોલારિસ સ્કૂલે RTEની માહિતી અપલોડ ન કરી, બાળકોને રૂ. 3 હજાર ન મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment