Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટર લાઇનના આધુનિકિકરણ માટે જગ્યાની જરૂરિયાત:રાજપીપળામાં દબાણો દૂર કરાતાં વેપારી તેમજ પાલિકા વચ્ચે ઘર્ષણ, વિરોધમાં 25 દુકાનોના પગથિયા તોડાયાં

    10 hours ago

    નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં ગટર લાઇનના આધુનિકીકરણ માટે પાલિકાએ ગટર લાઇન પર થયેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેશન રોડ વિસ્તારમાં દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજપીપળા શહેરના સાંકડા રસ્તાઓ પર વેપારીઓ દ્વારા કરવામાં આવતાં દબાણો વારંવાર દૂર કરવા છતાં ફરીથી દબાણો થતાં ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. દુકાનો તથા લારીઓ પરથી ખરીદી કરવા આવતાં ગ્રાહકો ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતાં હોવાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં હતાં. નગર પાલિકાના નવા વરાયેલા મુખ્ય અધિકારી વૈશાલી વરિયાએ આગામી દિવસોમાં શહેરમાં થનારા ગટર લાઇનના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં ગટરો પર કરવામાં આવેલાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દબાણો દૂર કરવા પાલિકાની ટીમ જેસીબી સાથે પહોંચતાં વેપારીઓ એકત્ર થઈ ગયાં હતાં. વેપારીઓએ દબાણો તોડવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધ વચ્ચે ગટર લાઇન પર કરવામાં આવેલાં 25 જેટલાં દબાણો દૂર કરી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓને 17 ઓગષ્ટે નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા ન હતાં. આખો વિવાદ શું છે ?‎ રાજપીપળા શહેરમાં વર્ષો જૂની ગટરલાઇનો આવેલી છે. મોટાભાગની ગટરો ખુલ્લી હોવાથી લોકો તેમાં કચરો નાખી રહ્યાં છે. પાણીના વહેણમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ગટરલાઇનની ઉપર વેપારીઓએ દબાણો કરી દીધાં છે. આગામી દિવસોમાં ગટરોનું આધુનિકીકરણ કરવામાં આવશે. તેના સંદર્ભમાં જરૂરી જગ્યા માટે અત્યારથી દબાણો દૂર કરવાનું શરૂ કરી દેવાયું છે. થોડા દિવસો પહેલાં પાલિકાએ શહેરમાં 70થી વધુ લોકોને નોટિસો આપી હતી. વેપારીઓએ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો આવતાં હોવાથી હાલ પૂરતા દબાણો દૂર કરવાની કામગીરી મુલતવી રાખવા વિનંતી કરી હતી. કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ચાર ફૂટના પગથિયાં બનાવી શકાય પણ ખોટી રીતે તોડ્યાં છે : નિયમ મુજબ ચાર ફૂટ સુધીના પગથિયાં બનાવી શકાય છે. તેમ છતાં ખોટી રીતે પગથિયાં અને ઓટલા તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની સ્વચ્છતાના મુદ્દે પણ અમારો વાંધો છે. શહેરમાં યોગ્ય સફાઈ થતી નથી. બીજી તરફ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. - હિમાંશુ દેસાઇ, પ્રમુખ, વેપારી એસોસીએશન નોટિસ આપવા છતાં દબાણો દૂર કર્યા ન હોવાથી કાર્યવાહી રાજપીપળા શહેરમાં દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો. ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોને તોડી પાડવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસની સમય મર્યાદામાં દબાણો દૂર કરવામાં ન આવતાં જેસીબીથી દૂર કરી દેવાયાં છે. દબાણો દૂર કરવા જરૂરી છે. સ્વચ્છતા બાબતે પણ વેપારીને નોટિસ અપાઇ છે. - વૈશાલી વરિયા, મુખ્ય અધિકારી, રાજપીપળા
    Click here to Read More
    Previous Article
    સરકારનો વાયદો પોકળ સાબિત થયો‎સાગબારામાં આજે ખેડૂતનો સત્યાગ્રહ‎:ખેડૂતોને 90 દિવસમાં સનદ આપવાનો સરકારી વાયદો સરકારી જ રહી ગયો‎
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:174 લોકોના જીવ બચાવનાર પાઈલોટ સ્મિત મચ્છરના સાળાએ કહ્યું, "અમને તેમના પર ગર્વ છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment