Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:174 લોકોના જીવ બચાવનાર પાઈલોટ સ્મિત મચ્છરના સાળાએ કહ્યું, "અમને તેમના પર ગર્વ છે'

    11 hours ago

    ગઈકાલે દુબઈથી ઈઝરાયલની રાજધાની તેલઅવિવ જતી ફ્લાઈટના પાઈલોટ કેપ્ટન સ્મિત મચ્છર પર સાથી પાઈલોટે કુહાડીથી ખુની હુમલો કર્યો હતો. હુમલાખોર પ્લેનનું ક્રેશ લેન્ડીંગ કરાવી 9-11 જેવી ઘટનાને ફરી અંજામ આપે તે પહેલા સ્મિત મચ્છરે કોકપીટનો દરવાજો ખોલી અન્ય મુસાફરોની મદદ લઈ લોહી- લુહાણ હાલતમાં ફ્લાઈટનું સફળ લેન્ડીંગ કરાવી 174 લોકોના જીવ બચાવ્યા હતા. ખુની હુમલા બાદ પણ જીવ સટોસટનો જંગલ ખેલનાર આ બહાદુર પાઈલોટ સાવરકુંડલાના જમાઈ છે. તેમના સાળાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેમના પર અમને ગર્વ છે. સાવરકુંડલામાં રહેતા અને વેપાર કરતા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે સ્મિતે ખુબજ સરાહનીય કાર્ય કર્યું છે. તેમણે હિમત પૂર્વક ઘટનાનો સામનો કરી પેસેન્જરોના જીવ બચાવ્યા છે. એ અમારા બનેવી થાય છે. અમને તેના પર ગર્વ છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે સ્મિત મચ્છર માત્ર પાઈલોટ નથી . પેસેન્જર માટે જાનની બાજી ખેલનાર એ બહાદુર ભારતનો સપુત છે અને અમારા સાવરકુંડલાનો એ જમાઈ છે. ભારતના જવાનની કર્તવ્ય નિષ્ઠા શું હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે સ્મિત મચ્છરે પુરૂ પાડ્યું છે. દુનિયાએ એમની નોંધ લીધી છે. દેશના પ્રધાનમંત્રીએ એની બહાદુરી માટે અભિનંદ આપ્યા છે. એમની કર્તવ્ય નિષ્ઠા માટે પ્રેસીડેન્ટ ટ્રંપ અને પ્રેસીડેન્ટ નેતન્યાહુએ પણ અભિનંદન આપ્યા છે. સાવરકુંડલાની જનતાના પ્રતિનીધી તરીકે તેઓ ઝડપથી સાજા થાય અને ફરી માનવતાના કાર્યો માટે ફરજ પર લાગે તેવી શુભેચ્છા આપું છું. ઘટનાના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ શરૂઆતમાં કોકપીટમાં પાઈલોટ વચ્ચે મારામારી અને વિમાનના ઈરજન્સી લેન્ડીગના સમાચાર આવ્યા હતા. પરંતુ બાદમાં આ ઘટનામાં સ્મિત મચ્છર સાથે બની હોવાની જાણ થતા પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. હાલમાં સુરક્ષા એજન્સીઓ તેના પરિવારને પણ સ્મિત સાથે વાત કરવા દેતી નથી.
    Click here to Read More
    Previous Article
    ગટર લાઇનના આધુનિકિકરણ માટે જગ્યાની જરૂરિયાત:રાજપીપળામાં દબાણો દૂર કરાતાં વેપારી તેમજ પાલિકા વચ્ચે ઘર્ષણ, વિરોધમાં 25 દુકાનોના પગથિયા તોડાયાં
    Next Article
    ધારી પંથકમાં સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ:અમરેલી જિલ્લા જેલના કર્મચારીનું ક્વાર્ટરમાં રહસ્યમય મોત નિપજ્યું, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment