Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારી પંથકમાં સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ:અમરેલી જિલ્લા જેલના કર્મચારીનું ક્વાર્ટરમાં રહસ્યમય મોત નિપજ્યું, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા

    16 hours ago

    ધારી પંથકમાં ગઈ સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ સમયે વાડીમાં ઓપનર ચલાવી રહેલા એક યુવાન પર અચાનક વિજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવા ખેડૂતના મોતની આ ઘટના ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં બની હતી. જ્યા આશિષ કાનજીભાઈ કુંજડીયા (ઉ.વ.32) નામનો યુવાન વિજળી પડવાના કારણે મોતને ભેટ્યો હતો. સ્થાનિક પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવાન પોતાની વાડીમાં સાંજના સમયે મગફળીનું ઓપનર ચલાવવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના પર વિજળી પડી હતી. આ યુવકને તાત્કાલિક ધારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકનું મોત થયું હતું. બનાવ અંગે ધારી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આર. ડી. વાળા બનાવની તપાસ ચલાવી રહ્યા છે. અમરેલી જિલ્લા જેલના કર્મચારીનું ક્વાર્ટરમાં રહસ્યમય મોત નિપજ્યું, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા અમરેલી| અમરેલી જિલ્લા જેલ ખાતે ફરજ બજાવતા અને ત્યાજ ક્વાટરમાં રહેતા એક કર્મચારીનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે સુતા બાદ સવારે નહીં જાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યાની પોલીસમાં નોંધ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા જેલના ક્વાર્ટર ખાતે તા.30 સપ્ટેમ્બરના રોજ સવારે 11:45 વાગ્યા પહેલાંના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. જિલ્લા જેલમાં બોર્ડરવિંગમાં ફરજ બજાવતા જગદીશસિંહ રાજવીરસિંહ ચૌહાણ (ઉં.વ.47) રાત્રે આઠ વાગ્યા બાદ પોતાના ક્વાર્ટરમાં સૂવા ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે તેઓ જાગ્યા ન હતા. આથી તેમને સહ કર્મચારી દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ જગદીશસિંહ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જિલ્લા જેલના ક્વાર્ટરમાં રહેતા ચંદ્રહાસ મહેરચંદ યાદવ (ઉં.વ.53) દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:174 લોકોના જીવ બચાવનાર પાઈલોટ સ્મિત મચ્છરના સાળાએ કહ્યું, "અમને તેમના પર ગર્વ છે'
    Next Article
    રસ્તામાં બાઇક અટકાવી કર્યો હુમલો કર્યાની ત્રણ સામે ફરિયાદ:ધારી શહેરમાં અગાઉના મનદુઃખે યુવાનને કુહાડીનો ઘા ઝીંક્યો : હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment